ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 નવેમ્બર 2020
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પોલીસ કર્મચારી પર મરચું પાવડર ફેંકવા અને અપરાધીને ભાગવામાં મદદ કરવા બદલ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયારે બે પોલીસ અધિકારીઓ આરોપીના ઘરે પહોંચ્યા હતા અને તે જ તેની માતાએ પોલીસ કર્મચારીઓ પર મરચાનો પાવડર ફેંકી આરોપીને ભાગવામાં મદદ કરી હતી.
માલવણી પોલીસના જણાવ્યા મુજબ અપરાધી, જે હત્યાના પ્રયાસનો આરોપી છે તે શહેરમાંથી કાઢી મુકાયો હતો. જ્યારે તે ગુરુવારે રાત્રે માલવણીના અંબુજવાડી વિસ્તારમાં આવેલા તેના ઘરે પહોંચ્યો હતો, ત્યારે પોલીસે ગેરકાયદેસર પ્રવેશ માટે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે જ ક્ષણે તેની માતા એ તેના પુત્રને બચવામાં મદદ કરી અને પોલીસ પર મરચું પાવડર ફેંકી દીધો હતો. જો કે, બાદમાં આરોપીની ધરપકડ મલાડ વિસ્તારથી કરવામાં આવી હતી. તેના પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 353, 332, 504, 506, 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.