Site icon

આઘાતજનક: સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે સાત વર્ષની દીકરી સાથે માતાએ કરી આત્મહત્યા…જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

 પશ્ચિમ રેલવેના સફાલે અને કેલ્વે રોડ(Calway Road) વચ્ચે મુંબઈ(Mumbai) તરફ આવી રહેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન(Saurashtra Express train) નીચે સાત વર્ષની પુત્રી સાથે સાથે માતાએ આત્મહત્યા(Suicide) કરી લીધી હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. મંગળવારે 3 મેના  રાત્રે 8 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા મુજબ માતાનું નામ તૃપ્તિ આરેકર (30 વર્ષ) અને બાળકીનું નામ જીગીશા આરેકર (7 વર્ષ, પુત્રી) છે. તેઓ પાલઘર(Palghar) પોફરન (અક્કર પટ્ટી)ની રહેવાસી હતા.

ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સફાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  મહિલા માટે તેનો પતિ અન્ય મહિલા સાથે સંબંધ રાખે તે આઘાતજનકઃ હાઈ કોર્ટનું નિરીક્ષણ.. જાણો વિગતે.

મા-દીકરીની સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે આત્મહત્યાના બનાવ બાદ  રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળ પરથી એક ટુ-વ્હીલર સાથે આધાર કાર્ડ(Aadhar card) અને મોબાઈલ ફોન ટ્રેક પર પડેલા મળ્યા હતા. જોકે, મોબાઇલમાં રહેલું સીમકાર્ડ કાઢીને ફેંકી દીધું હતું. આધાર કાર્ડની માહિતી પરથી તેમની ઓળખની પુષ્ટિ થતાં સંબંધીઓ મોડી રાત્રે સફાલે રેલવે પોલીસ સ્ટેશન(railway police station) પહોંચ્યા.

આ દુર્ઘટનાને પગલે ઘટનાને કારણે મુંબઈ જતી ટ્રેનો થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

 

Borivali Building Fire: બોરીવલીમાં મીટર બોક્સમાં ભીષણ આગથી ફફડાટ: સરદાર આકાંક્ષા બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી સર્જાયો અકસ્માત; રહીશોએ સેફ્ટી કિટ વડે આગ પર કાબૂ મેળવ્યો.
Satara Drug Racket: ડ્રગ માફિયાને જેલમાંથી નેટવર્ક ચલાવવામાં મદદ કરનાર પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો: સોલાપુર જેલમાં બેસીને થતું હતું ₹૧૧૫ કરોડના ડ્રગ્સના કારોબારનું સંચાલન.
Tragic Accident in Andheri: અંધેરીમાં કમકમાટીભર્યું મોત: બારીમાંથી પડેલું ડેબિટ કાર્ડ કાઢવા જતાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીના CEO ચોથા માળેથી નીચે પટકાયા; સારવાર દરમિયાન તોડ્યો દમ
Hit-and-RunMumbai Airport: મુંબઈ એરપોર્ટ પાસે હિટ-એન્ડ-રન: પૂરપાટ ઝડપે આવતા ટ્રકે લોજિસ્ટિક્સ કર્મચારીને કચડ્યા; ૪૬ વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
Exit mobile version