News Continuous Bureau | Mumbai
ઉત્તર મુંબઈના દહિસર પશ્ચિમની રજીસ્ટર્ડ સંસ્થા ગ્રીન ગાર્ડન ગ્રુપ દ્વારા ગત 12 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રીન ગાર્ડન ગ્રૂપના સહ-સચિવ તરીકે ભાજપ મુંબઈ પ્રસિદ્ધી પ્રમુખ નીલા સોની રાઠોડે આ પ્રસંગે શ્રીમતી અલ્પા શાહનો “મન કી બાત અલ્પા કે સાથ” આર્થિક શિક્ષણ કાર્યક્રમ રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં બ્ર. કુ. વિલાસ બેન, ડો. અપર્ણા આશુતોષ પવાર, વનવાસી કલ્યાણ આશ્રમના સામાજિક કાર્યકર વિજયા યશવંત જોગલેકર, યોગ શિક્ષક કેયા દાસ, પ્રજ્ઞાચક્ષુ બાળકોને શિક્ષણ આપતી તન્વી મ્હાત્રે અને કોરોના યોદ્ધા ડો. સમિધા ઘાડગે, આ તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે જ કાર્યક્રમમાં ગ્રીન ગાર્ડન ગ્રુપના પ્રમુખ પ્રવીણ જાધવે કાર્યક્રમનો પરિચય આપ્યો હતો અને સેક્રેટરી જ્વેલ પરેરા, ઉપપ્રમુખ રસિક ભાઈ, પ્રકાશ સાપલે, રવિન્દ્ર દળવી, મનીષ મોગરે, રાઉત, સૌએ ધારાસભ્ય મનીષા તાઈ ચૌધરીને વિશેષ સન્માન આપ્યું હતું. આ ઉપરાંત સાંસદ ગોપાલ શેટ્ટીની પ્રેરણા અને તેમના દ્વારા સૂચવેલા વિચારોને પગલે, મનીષા તાઈ ચૌધરીની સાથે સ્થાનિક ધારાસભ્યએ વિવિધ ક્ષેત્રની બહેનોને શાલ, પુષ્પગુચ્છ અને ગ્રીન ગાર્ડન ગ્રુપના સ્મૃતિ ચિહ્નો અર્પણ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઇમાં બળબળતા બપોર, શહેરમાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક, ગરમી વધવાનું આ છે કારણ
નીલાબેન સોનીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી મહિલાઓની અનેક યોજનાઓ વિસ્તારથી સમજાવવામાં આવી હતી. દરેક સહભાગી મહિલાને માસ્ક સેનિટાઈઝર, જ્યુટ બેગ અને અન્ય ભેટ આપવામા આવી હતી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનમાં આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય મનીષા તાઈ ચૌધરી, ભાજપના વોર્ડ પ્રમુખ ભારતી ભોઈર, મુંબઈ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સુનિતા સિંહ, વોર્ડ પ્રમુખ મમતા ઉપાધ્યાય, સરોજ બેન શાહ, રાજશ્રી બેલવડે, રાજશ્રી પૂજારી, પૂજા મિશ્રા અને નારી તું નારાયણી સુવર્ણા મહિલા સંગઠનના હંસા બેન, ગીતા સાગર, ફાલ્ગુની રાઠોડ, બ્ર. કુ.નીના સાગર વગેરે નામાંકિત મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી. નીલા બેન સોનીએ તમામ બહેનો અને સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.