News Continuous Bureau | Mumbai
World tour : મુંબઈનો યુવક યોગેશ આલેકરી ( Yogesh Alekari ) મુંબઈથી બાઈક ( Bike ) ચલાવીને લંડન ( london ) પહોંચ્યો છે. ચાર વર્ષના આયોજન પછી 27 જુલાઈના રોજ તેની રોમાંચક યાત્રા શરૂ થઈ હતી, તેણે માર્ગમાં આવતા પડકારોને પાર પાડતા 27 દેશોને પાર કર્યા. આ સફર ગેટવે ઓફ ઈન્ડિયાથી ( Gateway of India ) શરૂ થઈ અને ઈરાન, તુર્કી, ગ્રીસ, નોર્થ મેસેડોનિયા, અલ્બેનિયા, મોન્ટેનેગ્રો, બોસ્નિયા અને હર્ઝેગોવિના, ક્રોએશિયા, સ્લોવેનિયા, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે, ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, જર્મની, થઈને અલેકરી લઈ ગઈ. ઑસ્ટ્રિયા, સ્લોવાકિયા, હંગેરી, રોમાનિયા, સર્બિયા, બલ્ગેરિયા, તુર્કી, જ્યોર્જિયા, અઝરબૈજાન, આર્મેનિયા, ઈરાન અને યુએઈ દેશોમાં ( UAE countries ) થઈને પૂરું થયું.
View this post on Instagram
મુંબઈના યુવકની તૈયારી કેવી હતી ?
મુંબઈના યોગેશ અલેકરીએ આ યાત્રા માટે ચાર વર્ષ સુધી આખરી તૈયારી કરી હતી. તેનો રસ્તો અનેક સેન્સેટિવ એરિયામાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે માત્ર 136 દિવસમાં બે ખંડોમાં 29,000 કિમીની સવારી કરી. આ યાત્રા પાછળ તેણે ૨૫ લાખ રૂપિયા ખર્ચ કર્યા છે જેમાંથી બે લાખ રૂપિયા તેના મિત્રોએ આપ્યા છે. એક મીડિયા હાઉસ ને જણાવતા તેણે કહ્યું હતું કે ‘વસુધૈવ કુટુંબકમ’ ની વિભાવનાને પ્રોત્સાહન આપવા તેમજ રોડ સેફ્ટી ( Road safety ) નો સંદેશો આપવા તેણે આ પ્રવાસ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મુસાફરોને હાલાકી.. ગોખલે બ્રિજના કામ માટે આ લાઈન પર ત્રણ કલાકનો વિશેષ બ્લોક, કેટલીક ટ્રેનો થશે રદ્દ…