News Continuous Bureau | Mumbai
Worli Hit And Run : વરલી હિટ એન્ડ રન કેસમાં મુંબઈ પોલીસની ( Mumbai Police ) તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ કેસનો મુખ્ય આરોપી મિહિર શાહ હજુ ફરાર છે અને તેના પિતાની પોલીસે ધરપકડ કરી છે. જોકે સોમવારે મિહિરના પિતા રાજેશ શાહને જામીન મળી ગયા હતા. આ કેસમાં પણ પૂણે પોર્શે અકસ્માત કેસની ( Road Accident ) જેમ જ અનેક ચોંકાવનારો અને આક્રમક ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં પણ શાહ પરિવારે મુખ્ય આરોપી મિહિરને બચાવવા માટે તમામ શક્ય ઉપાય અપનાવ્યા છે. પોલીસનું કહેવું છે કે, પુણેમાં લાડોબાના પરિવારની જેમ આ કેસમાં પણ સમગ્ર શાહ પરિવાર દોષિત ઠરે તેવી શક્યતા છે. હાલ પોલીસ ફરાર મુખ્ય આરોપી મિહિરની ( Mihir Shah ) શોધખોળમાં લાગી છે.
પોલીસે આ સંદર્ભે સોમવારે કોર્ટને જણાવ્યું હતું કે, વરલી હિટ એન્ડ રન કેસમાં ( Hit And Run Case ) અકસ્માત સર્જનાર મુખ્ય આરોપીની કાર છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો આરોપીના પિતાએ કારની નંબર પ્લેટ બદલવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ કેસની તપાસ કરતા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. મિહિરે જે જે રસ્તાઓ પરથી ગાડી ચલાવી હતી તેના સીસીટીવી પણ પોલીસે ચેક કર્યા છે. સીસીટીવીમાં ખૂબ જ ચોંકાવનારી અને હેરાન કરનારી વાતો સામે આવી હતી.
Worli Hit And Run : હિટ એન્ડ રનની આ ઘટના મુંબઈના વરલીમાં આવેલા જાણીતા એટ્રીયા મોલ પાસે બની હતી…
સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, શિંદે જુથના ઉપનેતાના પુત્ર મિહિર શાહે કાવેરી નખ્વાને કારથી ટક્કર માર્યા બાદ બે કિલોમીટર સુધી ઢસળી ગયો હતો. બાદમાં મિહિરે વરલી સીલિંક પર કાર રોકી હતી અને પછી તેના ડ્રાઈવર રાજેન્દ્ર સિંહ બિદાવત સાથે સીટ બદલી હતી. આ પછી ડ્રાઈવરે કારને પાછળ હંકારીને રોડ પર પડેલી મહિલાને કચડી નાખી હતી. બાદમાં બંને ત્યાંથી ભાગી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં આવ્યો ત્રણ ગણો વધારો, ધાણા 100 રૂપિયા અને આદુ 240 રૂપિયા પ્રતિ કિલો થયો.. જાણો શું છે કારણ..
હિટ એન્ડ રનની આ ઘટના મુંબઈના વરલીમાં ( Worli Hit And Run Case ) આવેલા જાણીતા એટ્રીયા મોલ પાસે બની હતી. એટ્રીયા મોલ નજીક વરલી કોલીવાડા વિસ્તારમાં રહેતા કાવેરી અને પ્રદીપ નખવા કોળી દંપતી સવારે પોતાના ઘરેથી માછલીની હરાજી માટે સસૂન ડોક જવા નીકળ્યા હતા. બાઈક પર માછલી લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે દંપતીની બાઈકને પાછળથી ફોર વ્હીલરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગવા છતાં ફોર વ્હીલરના ચાલકે વાહન અટકાવ્યા વગર જ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. તેમજ બોનેટ પર પડેલી કાવેરી નાખવાને પણ તે બે કીલોમીટર સુધી ઢસડી ગયો હતો. આ અકસ્માતમાં પ્રદીપ નાખવા સહેજમાં બચી ગયા હતા. જો કે કાવેરીને ગંભીર ઇજા પહોંચી હતી. કાવેરીને તાત્કાલિક મુંબઇ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. કાવેરી નાખવાને ડોકટરોએ મૃત જાહેર કરી હતી. આ કેસમાં આરોપી મિહિર શાહ હજુ ફરાર છે. જ્યારે તેના પિતા રાજેશ શાહ શિવસેના શિંદે જૂથના ઉપનેતા છે. રાજેશ શાહની પોલીસે અટકાયત કરી મિહિરની શોધખોળ હાથ ધરી હતી. તેમજ મિહિર સાથે રહેલા ડ્રાઇવરની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.