News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલ્વેના ચર્નીરોડ સ્ટેશનનો કાયાપલટ થઈ ગયો છે. પ્રવાસીઓની સુવિધા માટે તેમજ સલામતી માટે એક નવો લિન્ક વે ખુલ્લો મુકવામાં આવ્યો છે. એ સાથે એલિવેટેડ બુકિંગ ઓફિસ અને એક નવો ફૂટ ઓવરબ્રિજ પણ ચર્નીરોડ સ્ટેશન પર ખુલ્લો મુકવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ નવો ફૂટ ઓવરબ્રિજ 36 મીટર લાંબો અને 6 મીટર પહોળો છે, જે પ્લેટફોર્મ નંબર એક અને MCGM સ્કાયવોક અને પ્લેટફોર્મ નંબર ચારની પૂર્વ બાજુથી જોડે છે. પ્રવાસીઓને સરળતા રહે તે માટે પ્લેટફોર્મ નંબર એક પર ઉત્તર છેડે એક નવો નવ મીટર લાંબો લિંકવે અને એલિવેટેડ બુકિંગ ઓફિસ પણ ચાલુ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશ ઉર્જા સંકટ. રાષ્ટ્રવ્યાપી દૈનિક વીજ કાપમાં થયો વધારો; હવે આટલા કલાક રહેશે અંધારપટ
આ તમામ કામ પાછળ એકંદર ખર્ચ રૂ. 4.05 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નવા એફઓબી અને અન્ય સગવડો પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે. બીજા તબક્કામાં આ નવા FOB થી પ્લેટફોર્મ નંબર 2/3 સાથે જૂનું નોર્થ FOB નાબૂદ કર્યા પછી કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.
સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ આ નવા FOB સાથે નાણાકીય વર્ષ 2021-22માં WR ના મુંબઈ ઉપનગરીય વિભાગમાં કુલ નવ FOB ચાલુ કરવામાં આવ્યા છે. વધારાના પાંચ વધુ FOB આ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે. ગ્રાન્ટ રોડ ઉત્તર FOB, બાંદ્રા ઉત્તર FOB, દહિસર ઉત્તર FOB, વસઈ રોડ દક્ષિણ અને ભાયંદર દક્ષિણ FOBનો સમાવેશ થાય છે.