News Continuous Bureau | Mumbai
મુંબઈગરાઓ હવે મુંબઈ લોકલ રેલવે સ્ટેશન પર પણ વાળ અને દાઢી કાપવાની મજા માણી શકશે. પશ્ચિમ રેલ્વે રેલ્વે સ્ટેશનો પર સેલોન સેવાઓનો નવો કોન્સેપ્ટ લઈને આવ્યો છે. આ દિશામાં પશ્ચિમ રેલ્વેએ ચર્ચગેટ અને અંધેરી સ્ટેશનો પર યુનિસેક્સ સલૂન સેવાઓ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલા સત્તાવાર નિવેદન અનુસાર, યુનિસેક્સ સલૂન સેવાઓ નોન-ફેર રેવન્યુ (NFR) હેઠળ ઈ-ઓક્શન લીઝિંગ મોડ્યુલ દ્વારા આપવામાં આવી છે. તદુપરાંત, રેલ વપરાશકર્તાઓને મૂલ્યવર્ધિત સેવાઓનો વિસ્તાર કરવા ઉપરાંત, કરાર રેલ્વેના મહેસૂલ ખજાનામાં પણ વધારો કરશે.
આ સમાચાર પણ વાંચો: ફરી પડશે કમોસમી વરસાદ! થાણે, મુંબઈ, પાલઘરમાં આ તારીખે ગાજવીજ સાથે પડશે વરસાદ.. કાળઝાળ ગરમીથી મળશે રાહત..
આ સુલનમાં તમારે વાળ કપાવવા માટે 199 રૂપિયા અને શેવિંગ માટે 99 રૂપિયા ચૂકવવા પડશે. મુસાફરો માટે રૂ.30 થી રૂ.4000 સુધીની વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે હેરફેર થાય છે. અહીંયા મુસાફરોને ગુણવત્તાસભર સુવિધાઓ મળી રહે તે માટે ‘નોન ફેર રેવન્યુ’ યોજના હેઠળ પુરૂષો અને મહિલાઓ માટે સલુન્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચર્ચગેટ સ્ટેશન પર એક સલૂન ખોલવામાં આવ્યું છે અને અંધેરી માટે કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવામાં આવી છે.
ચર્ચગેટ સ્ટેશન પર એક ખાલી જગ્યામાં 388 ચોરસ ફૂટના હોલમાં આ સલૂન બનાવવામાં આવ્યું છે. આનાથી પશ્ચિમ રેલવેને પ્રતિવર્ષ 22 લાખ 50 હજાર રૂપિયાની આવક થશે. આ કરાર ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યો છે. અંધેરી સ્ટેશનના ડેક પર 320 ચોરસ ફૂટ જગ્યામાં સલૂન શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટેશનથી ત્રણ વર્ષમાં 29 લાખ 10 હજારની આવક થશે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બંને સલૂનથી પશ્ચિમ રેલવેને ત્રણ વર્ષમાં રૂ. 96 લાખથી વધુની આવક થશે.
આ સમાચાર પણ વાંચો: ભારતીય બનાવટના વધુ એક કફ સીરપ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી. કહ્યું આ સીરપ દૂષિત છે. જાણો વિગત.