ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
પશ્ચિમ રેલવેએ સ્લો ટ્રેક પર લોકલ ટ્રેનમાં સફર કરવા વાળા યાત્રીઓ માટે એર કન્ડિશન ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ રેલવેના સ્લો ટ્રેક પર પંદર ડબ્બાની લોકલ ટ્રેન દોડી શકે તેની વ્યવસ્થા થઈ ગઈ છે હવે આ માર્ગ પર એસી ટ્રેન દોડાવવામાં આવશે. જોકે આ ક્યાર થી કરવામાં આવશે તે સંદર્ભે કોઈ તારીખ ની ચોખવટ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે હાલ એરકન્ડીશન ટ્રેન માત્ર ફાસ્ટ ટ્રેક પર દોડે છે. આ ઉપરાંત આ ટ્રેન માત્ર અમુક નિશ્ચિત રેલવે સ્ટેશન પર જ ઊભી રહે છે. આથી મહત્તમ લોકોને તેનો લાભ મળે તેવું પશ્ચિમ રેલવે વિચારી રહી છે.
