ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
ક્રુઝ ડ્રગ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 27 દિવસ જેલમાં વિતાવ્યા હતાં. ત્યાર બાદ 30મી ઓક્ટોબરે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આર્યનને કડક શરતો સાથે જામીન મળ્યા હતા. હાઈકોર્ટ દ્વારા 5 પાનાનો જામીનનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમાં આર્યનને જામીન આપવા દરમિયાન કઇ શરતોનું પાલન કરવું પડશે તેવું લખવામાં આવ્યું હતું. આર્યનને દર શુક્રવારે સવારે 11થી 2 વાગ્યાની વચ્ચે NCB ઓફિસમાં હાજર રહેવા પણ કહેવામાં આવ્યું છે. આ શરત પૂરી કરવા માટે આર્યન શુક્રવારે એટલે કે 5 નવેમ્બરે NCB ઓફિસ પહોંચ્યો હતો.
આર્યન તેના અંગત સુરક્ષા ગાર્ડ્સ સાથે બપોરે 12.15 વાગ્યાની આસપાસ બેલાર્ડ એસ્ટેટ ખાતેની NCB ઓફિસે પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર NCBના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ઉચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત જામીનની શરતોમાંની એક મુજબ આર્યન ખાને દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે તેની હાજરી પૂરાવવા NCB ઓફિસની મુલાકાત લેવી પડશે. આ પ્રક્રિયામાં NCB દ્વારા જાળવવામાં આવેલા રજિસ્ટરમાં સહી કરીને પછી જતા રહેવાનું હોય છે. જો એજન્સી ઈચ્છે તો તે વ્યક્તિને પૂછપરછ માટે બેસાડી શકે છે. આર્યન ખાન સાથે શુક્રવારે કોઈ પૂછપરછ કરવામાં આવી ન હતી. તે યોગ્ય કાર્યવાહી પૂરી કરીને તરત જ નીકળી ગયો હતો.
આર્યનને NCB દ્વારા 2 ઓક્ટોબરે ડ્રગ્સ મામલે અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને 8 ઓક્ટોબરે તેને આર્થર રોડ મોકલવામાં આવ્યો હતો. પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે પાપા શાહરૂખે ઘણા પ્રયત્નો કર્યા અને આખરે 27 દિવસ પછી તેમને સફળતા મળી.
આર્યન ખાને જામીન આપતા 14 શરતો મુકાઈ હતી તેમાં કોર્ટ અને એ પણ કહ્યું હતું કે તે તેના કોઈ સહ આરોપી સાથે વાતચીત નહીં કરી શકે તેમજ કોર્ટે આર્યનને પુરાવા સાથે ખેડા ન કરવાની પણ સૂચના આપી છે તે સિવાય આર્યન ખાનને પોતાનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવાનું કહ્યું છે. રિપોર્ટ મુજબ આર્યન ખાન NDPS કોર્ટની પરવાનગી વિના ભારતની બહાર જઈ શકે નહીં.
