News Continuous Bureau | Mumbai
‘ઝરૂખો (Zarukha)’ પોતાની સાહિત્યિક વિવિધતા માટે જાણીતો કાર્યક્રમ છે. આ વખતે ‘ઝરૂખો’ ૭ સપ્ટેમ્બર, રવિવારે સાંજે ૭.૨૦ કલાકે ખાસ એપિસોડ સાથે આવશે. આ એપિસોડને નામ આપવામાં આવ્યું છે – ‘આકાશવાણી (Akashvani) નું આ મુંબઈ કેન્દ્ર છે…’. આ કાર્યક્રમમાં કવિ કિરીટ બારોટ અને લેખિકા-અભિનેત્રી હર્ષા જગદીશ પોતાના રેડિયો સાથેનાં વર્ષોથી જોડાયેલા સંસ્મરણો તથા સર્જનાત્મક સફર વિશે વાત કરશે.
આકાશવાણી સાથે કિરીટ બારોટની સફર
કિરીટ બારોટ આકાશવાણી (Akashvani) સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા છે. તેમણે ૩૫ વર્ષ રેડિયો (Radio) પર પ્રોડ્યુસર તરીકે કામ કર્યું અને ૧૨ વર્ષ આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમનો કાવ્યસંગ્રહ શબ્દાંકુર સાહિત્ય જગતમાં વખાણ પામી ચૂક્યો છે. આ કાર્યક્રમ દ્વારા તેઓ પોતાના સર્જન અને આકાશવાણીના અનુભવો શ્રોતાઓ સાથે વહેંચશે.
હર્ષા જગદીશની સર્જનાત્મક યાત્રા
હર્ષા જગદીશે મહિલા મંડળ, યુવવાણી અને બહુરૂપી જેવા કાર્યક્રમો દ્વારા આકાશવાણી (Akashvani) ના શ્રોતાઓ સાથે એક અનોખું જોડાણ બનાવ્યું. બાદમાં તેમણે ૨૫ વર્ષ સુધી ગુજરાતી તથા હિન્દી થિયેટર (Theatre) માં અભિનય અને લેખન કર્યું. આજે તેઓ જાણીતા સિરિયલ રાઇટર (Serial Writer) તરીકે કહાની ઘર ઘર કી, કસમ સે, સાત ફેરે, કૃષ્ણાબેન ખાખરાવાલા જેવી લોકપ્રિય સિરિયલો લખી ચૂક્યાં છે.
આ સમાચાર પણ વાંચો : fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
ઝરૂખો કાર્યક્રમનું આયોજન
આ જાહેર કાર્યક્રમ બોરીવલી પશ્ચિમના સાઈબાબા મંદિરના બીજે માળે યોજાશે. સંજય પંડ્યા આ કાર્યક્રમનું સંચાલન કરશે અને સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ (Trust) તરફથી તમામ સાહિત્યપ્રેમીઓને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લેખક, કવિ, પત્રકાર, સંગીતકાર, શિક્ષક તથા વિદ્યાર્થીઓને અનોખો અનુભવ મળશે.