North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

North Eastern Railway: પૂર્વોત્તર રેલવેના ગોરખપુર-ડોમિંનગઢ સેક્શનમાં ત્રીજી લાઇન કમિશનિંગ અને ગોરખપુર-નકહા જંગલ સ્ટેશનો વચ્ચે ડબલિંગના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

by Dr. Mayur Parikh
Northern Railway Traffic Affected

News Continuous Bureau | Mumbai    

પૂર્વોત્તર રેલવેના ગોરખપુર-ડોમિંનગઢ સેક્શનમાં ત્રીજી લાઇન કમિશનિંગ અને ગોરખપુર-નકહા જંગલ સ્ટેશનો વચ્ચે ડબલિંગના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

રદ ટ્રેનો
• 25 સપ્ટેમ્બર 2025ની 15045 ગોરખપુર–ઓખા એક્સપ્રેસ રદ રહેશે.
• 28 સપ્ટેમ્બર 2025ની 15046 ઓખા–ગોરખપુર એક્સપ્રેસ રદ રહેશે.

આંશિક રદ ટ્રેનો

• 23 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન સંખ્યા 19489 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને વારાણસી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને વારાણસી અને ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 24 સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાણસી સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ (પ્રારંભ)થશે અને ગોરખપુર અને વારાણસી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહશે.
• 25 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નંબર 19409 સાબરમતી-થાવે એક્સપ્રેસ બસ્તી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બસ્તી અને થાવે વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો :Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા 10 ટ્રેનોનું અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ
• 27 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નંબર 19410 થાવે-સાબરમતી એક્સપ્રેસ બસ્તી સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ થશે અને થાવે અને બસ્તી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 21 સપ્ટેમ્બર 2025ની 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ખલીલાબાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને ખલીલાબાદ અને ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરેલી ટ્રેન
• 25 સપ્ટેમ્બર, 2025ની ટ્રેન સંખ્યા 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાય લખનૌ જંક્શન -સુલતાનપુર-વારાણસી-ઓડિહાર-છપરા-મુઝફ્ફરપુર સ્ટેશન ના માર્ગે ચાલશે

મુસાફરો ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More