News Continuous Bureau | Mumbai
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઇન પર બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના ને કારણે રેલ ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:-
1. તારીખ 01.09.2025 ની ટ્રેન નંબર 19223 સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ રદ રહેશે.
2. તારીખ 01.09.2025 ની ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
3. તારીખ 01.09.2025 ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ રદ રહેશે.
4.તારીખ 01.09.2025 ટ્રેન નંબર 19028 જમ્મુ તવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.
5. તારીખ 01.09.2025 ટ્રેન નંબર 19108 MCTM ઉધમપુર-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.