PMJAY MA Yojana Rajkot: આ યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને ફટકારી પેનલ્ટી..

2 hospitals suspended, 2 penalized for irregularities under scheme in PMJAY Ma in Rajkot

News Continuous Bureau | Mumbai 

PMJAY MA Yojana Rajkot: PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ  2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2ને પેનલ્ટી ફટકારવામાં આવી છે. રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે તો ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે. ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો 

બે હોસ્પિટલમાં ( Rajkot ) કુલ રૂ.90 લાખ થી વધુની રકમની પેનલ્ટી અને ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના ( PMJAY MA Yojana Rajkot ) છે. જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે ચલાવી નહીં લેવાય.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Rajasthan: PM મોદીએ જયપુરમાં રાજ્ય સરકારના ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’ કાર્યક્રમમાં લીધો ભાગ, આ ક્ષેત્રો સંબંધિત 24 પ્રોજેક્ટસનું કર્યું ઉદઘાટન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.