Digital Life Certificate: રાજકોટમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર.. હવે ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર, જાણો કઈ રીતે?

Digital Life Certificate: ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે. ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 3.0ની શરૂઆત, અભિયાન 30 નવેમ્બર સુધી ચાલશે

by Hiral Meria
A digital life certificate will be created through the postman at home , service by india post

News Continuous Bureau | Mumbai

Digital Life Certificate: હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. ઉપરોક્ત માહિતી રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં આયોજિત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપી. આ અવસર પર રાજકોટ મંડળ ના પ્રવર અધિક્ષક ડાકઘર એસ કે બુનકર, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના વરિષ્ઠ મેનેજર સંદીપ મૌર્ય અને સિનિયર પોસ્ટમાસ્ટર રાજકોટ અભિજીત સિંહ પણઉપસ્થિત રહ્યા.

A digital life certificate will be created through the postman at home , service by india post

A digital life certificate will be created through the postman at home , service by india post

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ( India Post Payments Bank ) ના માધ્યમ થી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ( Digital Life Certificate ) પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0 મોટા પાયે 30મી નવેમ્બર સુધી ચાલશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્ર, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ( DLC Campaign 3.0 ) ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે, જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.

A digital life certificate will be created through the postman at home , service by india post

A digital life certificate will be created through the postman at home , service by india post

આ સમાચાર પણ વાંચો :  PM Modi Jawaharlal Nehru: PM મોદીએ ​​પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુને જન્મજયંતિ પર કર્યા યાદ, આપી શ્રદ્ધાંજલિ.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ( Krishna Kumar Yadav ) જણાવ્યું કે, પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને ( pensioner ) આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્ટઓફીસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.

A digital life certificate will be created through the postman at home , service by india post

A digital life certificate will be created through the postman at home , service by india post

નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More