News Continuous Bureau | Mumbai
Organ Donation: રાજકોટમાં ( Rajkot ) લોકોની જાગૃતતાના કારણે અંગ દાન માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટની સરકારી હોસ્પિટલ પી. ડી. યુ.ને ( Government Hospital ) વધુ એક અંગ દાન મળ્યું છે. રાજકોટની સરકારી હોસ્પિટલને મળ્યું વધુ એક અંગ દાન. પરિવારની જાગૃતતાના કારણે મૃત્યુ પામેલ સ્વજનના અંગનું દાન કરી પરિવારે અનેક લોકોને નવું જીવન આપ્યું. સ્વ. લીલાબેન ચંદ્રકાંતભાઇ સગપરીયા નવેમ્બર – ૨૦૨૩ના રોજ અવસાન પામતાં જેથી તેમના પરિવારે તેમના પાર્થિવ શરીરનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો, અને તેઓએ પી.ડી.યુ. હોસ્પિટલમાં ( P. D. U. Hospital ) અંગદાન કર્યુ હતું.
જે જરૂરિયાતમંદ દર્દીઓને ( patients ) ઉપયોગી થશે. આ અંગદાનથી સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે, તથા ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ ઉપયોગ કરી શકાશે. અંગદાન, રક્તદાન સાથે સાથે હવે સ્કિન ડોનેશનમાં પણ ખુબ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, લોકોમાં આ બાબતે જાગૃતી આવી રહી છે જે ખૂબ જ પ્રશંસનીય પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી અને રાજકોટનાં પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડાશ્રી ડો. મોનાલી માકડીયા, સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે પ્રત્યનશીલ છે. તેમ પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો : Madhya Pradesh: ચૂંટણી માહોલ વચ્ચે સિંધિયાનો ભાવુક વીડિયો, વૃદ્ધ મહિલાને ગળે લગાવી લીધા આશીર્વાદ, જુઓ વિડિઓ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.