Rajkot TRP Game Zone: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

Rajkot TRP Game Zone: એસ.આઈ.ટી.એ મધરાતથી જ દુર્ઘટનાની તપાસ શરુ કરી છે- મંત્રીશ્રી હર્ષ સંઘવી. મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મંત્રીશ્રી, દુઃખની આ પળે રાજ્ય સરકાર તેમની સાથે

News Continuous Bureau | Mumbai 

Rajkot TRP Game Zone: રાજકોટ તા. ૨૬ મે – ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજકોટ (  Rajkot  ) આવીને ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ આ ઘટના અંગેની તમામ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે  ( Bhupendra  Patel ) આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક “સીટ”નું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જણાવ્યું હોવાનું શ્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. 

Join Our WhatsApp Community
Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રીશ્રીએ ( Harsh Sanghvi ) જણાવ્યું હતું કે, સરકારની સંવેદના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો  સાથે છે.  પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા સમયમાં જ ગેમ ઝોનના માલીક સહીત જવાબદાર લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે, તેમજ સંલગ્ન અન્ય જવાબદાર લોકોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે.  

Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

 

Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું, અને થોડી મીનીટોમાં જ આગ ( Fire ) ચોતરફ પ્રસરી ગઈ હતી. ઘટના બની તેની થોડી મિનિટોમાં જ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ બચાવ કાર્ય ( Rescue work ) શરુ કરી દેવામાં આવ્યું હતું. દુર્ઘટના માટે જવાબદાર એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ અપાવ્યો હતો. મંત્રીશ્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે જ રોકાઈ ઉચ્ચ અધિકારીશ્રીઓએ સાથે રહી કામગીરી પર વોચ રાખી રહ્યા છે.

Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

આ સમાચાર પણ વાંચો:  Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં મતદાન કર્યું

ગૃહમંત્રીશ્રીએ TRP ગેમિંગ ઝોન ( TRP Gaming Zone ) , દરબાર ચૌક, નાના મૌવા ખાતે આવેલા ઘટનાસ્થળની મુલાકાત લઈ પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી આનંદ પટેલ, નાયબ મ્યુનસિપલ કમિશ્નર શ્રી સ્વપ્નિલ ખરે, ચીફ ફાયર ઓફિસર શ્રી ઈલેશ ખેર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગેના કારણો, તંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી હતી.

Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

મુલાકાત બાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી એ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાના નિર્દેશો આપ્યા હતા.

Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

મંત્રીશ્રીની સ્થળ મુલાકાત સમયે સચિવશ્રી રાજકુમાર બેનીવાલ, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા,  અગ્રણી શ્રી મુકેશભાઈ દોશી, માધવ ભટ્ટ, વિરેન્દ્રસિંહ જાદવ, રાજુભાઈ ધ્રુવ સાથે રહ્યા હતા.

 

Bhupendrabhai Patel and Harsh Sanghvi visited Rajkot TRP. Game Zone disaster site

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈ દુર્ઘટનાના કારણો સહિત બચાવ કામગીરીની વિગતો મેળવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Exit mobile version