News Continuous Bureau | Mumbai
Rajkot : રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અગાઉ રીશેડ્યુલ જાહેર કરાયેલી ટ્રેનો માં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે.
Rajkot : રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
- ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ( Veraval-Thiruvananthapuram Central Express ) ને 27.06.2024 ના રોજ વેરાવળ થી 5 કલાક 30 મિનિટ મોડી એટલે કે 12.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને ( Veraval-Jabalpur Express ) ને 27.06.2024 ના રોજ વેરાવળ થી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ( Veraval-Bandra Saurashtra Janata Express ) ને 27.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે 13.40 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ને 26.06.2024 ના રોજ જબલપુર થી 5 કલાક 15 મિનિટ મોડી એટલે કે 19.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
Rajkot : અગાઉ રીશેડ્યૂલ કરેલ ટ્રેનોં જે હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે:
26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ ઈન્દોર થી ઉપડનારી ટ્રેન નં. 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ અને 25.06.2024 ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન નં. 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જે અગાઉ રીશેડ્યુલ જાહેર કરવામાં આવી હતી, આ તમામ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે.
આ સમાચાર પણ વાંચો : Yoga Day: પરજીયા સોની બહેનો દ્વારા યોગ દિવસ ઉજવાયો, સાથે આનંદ મેળામાં અનેક જ્ઞાતિ બહેનો દ્વારા લઘુ ઉદ્યોગ અને વાનગીઓનું વેચાણ અને પ્રદર્શન થયું
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.