News Continuous Bureau | Mumbai
Express Train: રાજકોટ ( Rajkot ) ડિવિઝન માં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શન માં નોન-ઇન્ટરલોકીંગ કામગીરી ના લીધે 29.06.2024 થી 08.07.2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
Express Train: આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
- 29.06.2024, 01.07.2024, 04.07.2024 અને 06.07.2024 ના રોજ, બાંદ્રા થી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ( Humsafar Express ) બાંદ્રા થી સુરેન્દ્રનગર ( Surendranagar ) સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 30.06.2024, 02.07.2024, 05.07.2024 અને 07.07.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગર થી બાંદ્રા ( Bandra ) સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો: Bhushi Dam Tragedy:પરિવારનો માળો વિખાયો.. લોનાવલામાં ભૂશી ડેમના પાંચ લોકો ધોધમાં ડૂબ્યા; જુઓ વિડીયો
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.