News Continuous Bureau | Mumbai
Natural Farming: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની રૂચિ વધી રહી છે. હવે યુવાનો કૃષિ-શિક્ષણ મેળવી ખેતી કરી વધુ આવક પ્રાપ્ત કરી રહ્યા છે. રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામના યુવાનો – ધવલભાઈ અને મોહિતભાઈ પાનસુરીયા તેનું ઉદાહરણ છે. આ યુવાનોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જ ખેત-ઉત્પાદનમાં મૂલ્ય-વર્ધન કરી પોતાની મસાલા બ્રાન્ડ વિકસાવી છે.
આ સમાચાર પણ વાંચો : Railway News: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, રેલ વ્યવહાર પ્રભાવિત થશે
મહત્વની વાત એ છે કે શ્રી ધવલભાઈ પાનસુરીયાએ પ્લાન્ટ પેથોલોજીમાં એમ.એસ.સી કર્યું છે. આમ, તેમણે કૃષિ-શિક્ષણ પ્રાપ્ત કરી નવા અભિગમ સાથે ખેતી કરી. તેઓ 35 વીઘામાં ખેતીમાં મિશ્ર પાક લે છે. જેમાં મરચું, હળદર, ધાણા, જીરું, રાઈ, મેથી જેવા મસાલા સાથે ઘઉં, મગફળી, ચણા અને મગની ખેતી કરે છે. મરચામાં તે કાશ્મીરી, રેશમ સિંગલ પટ્ટો, રેશમ ડબલ પટ્ટો અને તીખી મરચી- જી 4 જાતનું વાવેતર કરે છે. તો ઘઉમાં સોનેરી ટુકડા અને વધુ ફાઈબરવાળા ચાવલકાઠી અને ગ્લુટન ફ્રી સોનામોતી જેવા જાતના ઘઉંનું વાવેતર કરે છે. પાનસુરીયા-બંધુ તેમની ખેત-પેદાશનું હોલસેલ તેમ જ રિટેલમાં વેચાણ કરે છે.