News Continuous Bureau | Mumbai
Mundra Customs: મુન્દ્રા કસ્ટમ્સના SIIB (સ્પેશ્યલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ) દ્વારા એકઠી કરવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, રાજકોટ ( Rajkot ) સ્થિત વેપારી નિકાસકારના બે નિકાસ કન્સાઇન્મેન્ટ્સ કે જે પશ્ચિમ આફ્રિકાના દેશો ( West African countries ) સિએરા લિઓન અને નાઇજર માટે નિર્ધારિત હતા, જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેને અટકાવવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે જાહેર કરાયેલી વસ્તુ કન્ટેનરના આગળના છેડેથી મળી આવી હતી, ત્યારે વિગતવાર તપાસમાં બહાર આવ્યું હતું કે અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ જેમાં ‘ટ્રેમેકિંગ 225 અને ‘રોયલ-225’ એમ બંનેમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલિગ્રામ હોય છે. ન તો, સ્ટ્રીપ્સ કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો હતી. કસ્ટમ અધિકારીઓ દ્વારા પરીક્ષા દરમિયાન આશરે 110 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય શેરી કિંમત સાથે ટ્રામાડોલની કુલ 68 લાખ જેટલી ગોળીઓ મળી આવી હતી અને તેને જપ્ત કરવામાં આવી છે. રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામ ખાતે ફોલોઅપ સર્ચ ચાલી રહ્યું છે.

Mundra Customs Rs. 100 crore worth of illegal narcotics seized, which were being exported to Africa
“ટ્રામાડોલ” ( Tramadol ) , એક ઓપિઓઇડ દર્દની દવા છે, જે એક સાયકોટ્રોપિક પદાર્થ છે અને એનડીપીએસ એક્ટ, 1985 ની કલમ 8 (સી) હેઠળ ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ છે. ટ્રામાડોલને 2018માં એનડીપીએસ એક્ટ હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ ( Psychotropic substance ) તરીકે સૂચિત કરવામાં આવી હતી.

Mundra Customs Rs. 100 crore worth of illegal narcotics seized, which were being exported to Africa
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલ્યું, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે જીત્યો આ મેડલ; બનાવ્યો નવો રેકોર્ડ..
આઇએસઆઇએસના લડવૈયાઓએ લાંબા સમય સુધી જાગવા માટે તેનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ પછી ટ્રામાડોલે તાજેતરના સમયમાં “ફાઇટર ડ્રગ” તરીકે બદનામી મેળવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ કૃત્રિમ ઓપિઓઇડ દવા લોકપ્રિય છે અને નાઇજિરિયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની ઊંચી માંગ છે. મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા આ જપ્તી એ ટ્રામાડોલની સૌથી મોટી જપ્તીમાંની એક છે કારણ કે તેને એનડીપીએસ એક્ટ હેઠળ સૂચિત કરવામાં આવી હતી.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.