Site icon

Jamnagar: જામનગરમાં તા.23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશનું આયોજન કરાશે

Jamnagar: જામનગર તા.20 જૂન, જામનગર જિલ્લામાં આગામી તારીખ 23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશ યોજવામાં આવશે. જેમાંં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે.

Polio eradication campaign will be organized in Jamnagar from 23rd to 25th June

Polio eradication campaign will be organized in Jamnagar from 23rd to 25th June

 News Continuous Bureau | Mumbai

Jamnagar: જામનગર તા.20 જૂન, જામનગર જિલ્લામાં આગામી તારીખ 23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશ યોજવામાં આવશે. જેમાંં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ( polio ) બે ટીપા પીવડાવવામાં આવશે. તારીખ 23 જૂનના રોજ ‘નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે’ ( National Immunization Day ) ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.નૂપુર પ્રસાદની આગેવાની હેઠળ જિલ્લાના તમામ ગામોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

Join Our WhatsApp Community

ઝુંબેશ ( Polio Eradication Campaign) દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ( Rural areas ) 0 થી 5 વર્ષના 94501 જેટલા બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 617 બુથ ઉપર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. જયારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય શાખાના કર્મચારીઓની 899 ટીમ દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે- ઘરે જઈને તેમને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. 

ઉપરાંત જિલ્લામાં 25 ટ્રાન્ઝીટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને જાહેર સ્થળ ઉપર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. વાડી વિસ્તારમાં રહેતા અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિક પરિવારોના બાળકોને 395 મોબાઈલ ટીમ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. 

આ સમાચાર  પણ વાંચો : Vadhavan Port: કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રમાં આ વિસ્તારમાં રૂ. 76,200 કરોડના 20 મિલિયન TEU ક્ષમતા સાથે વાધવન પોર્ટને મંજૂરી આપી.

જામનગર જિલ્લાના તમામ નાગરિકો તેમની નજીકના પોલિયો બુથ ઉપર જઈને પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે અને જિલ્લાના તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનોને ઉપરોકત કામગીરીમાં સહયોગ આપવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.નૂપુર પ્રસાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Navi Mumbai crime: નવી મુંબઈ ક્રાઇમ: ૧૦ વર્ષની બાળકી પર યૌન શોષણ કરવા બદલ NRI વૃદ્ધની ધરપકડ; બાળકીની માતા પણ સામેલ
Western Rialway : ભુજ-રાજકોટ વચ્ચે મુસાફરી વધુ સરળ: પશ્ચિમ રેલવે શરૂ કરશે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન.
Natural Farming: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની રૂચિ વધી, હવે યુવાનો કૃષિ-શિક્ષણ મેળવી કરી રહ્યા છે આ કામ
Railway News: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, રેલ વ્યવહાર પ્રભાવિત થશે
Exit mobile version