Site icon

Rajkot TRP Game Zone: રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ હતભાગીઓની ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ.

Rajkot TRP Game Zone: રાજ્યના રાહત કમિશનરશ્રીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા નીચે મુજબના પગલા તાત્કાલિક લેવાયેલ છે.

Rajkot TRP Game Zone tragedy of 27 victims of Identified based on DNA matching.

Rajkot TRP Game Zone tragedy of 27 victims of Identified based on DNA matching.

News Continuous Bureau | Mumbai 

Rajkot TRP Game Zone: ગુજરાતના રાહત કમિશનરશ્રીએ  આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં ( TRP Game Zone Fire )  બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ ( Rajkot Police ) તંત્ર દ્વારા નીચે મુજબના પગલા તાત્કાલિક લેવાયેલ છે. 

Join Our WhatsApp Community

(૧) જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટના સ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ( Disaster Management ) ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી.

(૨) બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો ( dead bodies ) રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ( Civil Hospital ) ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા હતા.

(3) ગુમ થયેલ વ્યકિત અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ-અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી, તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી, તેવા કિસ્સામાં નામોની ફેર-ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી, અને ૨૭ મૃતદેહોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ અને તેના પરિવારજનોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા ૨૭ લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને ૨૭ મૃતદેહોની તેના વાલી વારસોને સોંપણી થયેલ છે.

 (૪) અમુક લોકો ખાનગી હોસ્પીટલો (ટ્રીનીટી હોસ્પિટલ) માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહેલ છે કે મૃત્યુ પામેલ છે, તેવી ભ્રામક માહિતી બાબતે જણાવવાનું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશ્યલ મીડીયામાં વિડીયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદારશ્રી દ્વારા નિવેદન લઈ ઉપરોકત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવેલ છે.

(૫) હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતાાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ ૨૧૧ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે.

આ સમાચાર  પણ વાંચો:  Dharavi Premier League 2024: ધારાવીમાં છવાયો T20 નો ક્રેઝ, 3-દિવસીય ધારાવી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી શરૂ થશે.

(૬) તમામ ૨૭ મૃતદેહોના સેમ્પલ લેવાયેલ ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ. ની નિમણૂંક કરવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી સી.એમ.રીલીફ ફંડ અને પી.એમ. રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે.

(૭) એફ.એસ.એલ. ટીમ દ્વારા  મૃતદેહોના  ડી એન એ પરિવાર જનો ના ડી એન એ સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી.

(૮) હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને ૨૭ મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવેલ છે.

(૯) આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિ ની ભાળ આગ દુર્ઘટના પછી મળતીના હોય અને તેમના  પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SIT ના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦, SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦, ડીસીબી પો.સ્ટ. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫, રાજકોટ તાલકા પોલીસ સ્ટશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦) નો સંપર્ક કરવા આથી જાહેર જનતાને અનરોધ કરવામા આવે છે.  

Rajkot TRP Game Zone: મૃતકોની યાદી આ સાથે સામેલ છે.

૧. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.૩૪)

૨. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.૨૨)

૩. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.૨૧)

૪. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.૩૦)

૫. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.૧૯)

૬. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.૨૦)

૭. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.૩૬)

૮. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.૨૪)

૯. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.૨૨)

૧૦. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.૧૯)

૧૧. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.૪૫)

૧૨. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)

૧૩. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.૪૦)

૧૪. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૨)

૧૫. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.૧૫)

૧૬. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.૨૦)

૧૭. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.૨૫)

૧૮. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.૨૮)

૧૯. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.૨૪)

૨૦. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.૨૨)

૨૧. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.૨૮)

૨૨. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.૨૪)

૨૩. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.૨૫)

૨૪. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.૩૦)

૨૫. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.૪૫)

૨૬. મોનુ કેશવ ગૌંડ (ઉ.૨૧)

૨૭. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.૨૮)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર  પણ વાંચો:  Mumbai Gujarati Sangathan : અરે વાહ.. આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ મેળવી અભૂતપૂર્વ સફળતા. ૬૧ માંથી ૨૭ શાળાઓનું પરિણામ ૧૦૦%.

 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Exit mobile version