News Continuous Bureau | Mumbai
Western Rialway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :-
• ટ્રેન નંબર 09545/09546 ભુજ-રાજકોટ-ભુજ ત્રિ-અઠવાડિક સ્પેશિયલ (કુલ 54 ફેરા)
ટ્રેન નંબર 09546 ભુજ-રાજકોટ સ્પેશિયલ 30 જુલાઈ 2025 થી 28 સપ્ટેમ્બર 2025 સુધી ભુજ થી દરેક બુધવાર, શુક્રવાર અને રવિવારે 23.15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.50 કલાકે રાજકોટ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09545 રાજકોટ-ભુજ સ્પેશિયલ 29 જુલાઈ 2025 થી 27 સપ્ટેમ્બર 2025 સુધી દરેક મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાજકોટ થી 22.30 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.00 કલાકે ભુજ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામાખ્યાલી, માલિયા-મિયાણા, દહિંસરા તથા મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Railway Reels Ban : ભારતીય રેલવેનો સખત નિર્ણય: રેલવે સ્ટેશન કે ટ્રેક પર રીલ બનાવશો તો થશે આટલા હજાર રૂપિયાનો દંડ!
ટ્રેન નંબર 09546/09545 નું બુકિંગ 26 જુલાઈ 2025 से થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.