Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલથી બ્રેઈનડેડ દર્દીનું ‘ફ્રી ટિસ્યુ ડોનેશન’: ટિસ્યુને ટ્રાન્સપ્લાન્ટ માટે સુરતથી મુંબઈ લઈ જવાયું

Surat: બમરોલીના કશ્યપ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સ્વજનના અંગોનું મહાદાન કર્યું. નવી સિવિલ હોસ્પિટલમાંથી આંતરડાના પાંચમા દાન સાથે પાંચ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું વેઈટિંગ લિસ્ટ ઝીરો થયું. ૩૫ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના બે કિડની, બે ફેફસા, લિવર અને નાના આંતરડાના દાનથી માનવતા મહેંકી ઉઠી*

by NewsContinuous Bureau
Surat : Brain dead patient's 'free tissue donation' from Surat's new civil hospital.

Surat: અંગદાન મહાદાનની  ( Organ Donation Mahadan )ઉક્તિને સાકારિત કરતા સુરતની સુરત સિવિલ હોસ્પિટલમાં ( Surat Civil Hospital ) આજે વધુ એક અંગદાન થયું છે. સુરતના બમરોલી ( Bamroli )ખાતે રહેતા બ્રેઈનડેડ( BrainDead ) જિતલાલ ગુદર કશ્યપના ( Jitlal Gudar Kashyap ) બે કિડની ( Kidneys ) , બે ફેફસા ( Lungs ) , લિવર (  liver ) અને નાના આંતરડા ( Small Intestine ) એમ છ અંગોના દાનથી માનવતા મહેકી હતી. અંગદાનની ઘટનાની મહત્વની વાત એ છે કે, આ અંગદાન અંતર્ગત સુરતથી ગુજરાતનું પ્રથમ ‘ફ્રી ટિસ્યુ ડોનેશન થયું છે (‘free tissue donation’ ).અંગદાનની સાથે જ ટિસ્યુ ડોનેશનની વિરલ ઘટના સુરત નવી સિવિલમાં સાકાર થઇ છે. જેમાં વાસ્ક્યુલરાઈઝડ એટલે કે ફ્રી ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટમાં જે વ્યક્તિને આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તેવા દર્દીના શરીરને દૂરબીનથી જોવાની જરૂર પડતી નથી, દર્દી પર થતા સ્કીન રિએક્શન દ્વારા જાણી શકાય છે. અંગદાનમાં સૌથી જટિલ પ્રકિયા ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટને ગણવામાં આવે છે, ત્યારે ‘ફ્રી ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ’ થકી આવનાર સમયમાં બર્ન કેસના દર્દીઓના ચહેરાનું પ્રત્યારોપણની પણ શક્યતા હોવાથી આવા દર્દીઓ માટે વાસ્ક્યુલરાઈઝડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ આશાના કિરણ સમાન બનશે.

સામાન્ય રીતે ઓર્ગન ડોનેશનમાં કિડની, આંખ, હ્યદય, લગ્સ, હાથનું દાન કરવામાં આવે છે, પરંતુ ટીસ્યુના દાનની ઘટનાઓ જવલ્લે જ બને છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી આજે પાંચમા આંતરડાનું દાન કરાયું આવ્યું છે. ત્યારે મુંબઈ ROTTO અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણનું નાના આંતરડાનું વેઈટિંગ ઝીરો થયું છે.

સુરત શહેરની બમરોલી વિસ્તારની શાંતિવન સોસાયટી ખાતે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના પટહાટીયા ખુર્દના વતની ૩૫ વર્ષીય જિતલાલ ગુંદર સંચાખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તા.૩૦/૧૦/૨૦૨૩ ના રોજ સાંજે કામ પરથી ઘરે આવી જમીને બાથરૂમ ગયા ત્યાં અચાનક ચક્કર આવતાં બાથરૂમમાં પડી ગયા હતા. મિત્ર અને સ્વજનો દ્વારા તત્કાલ રાત્રે ૧૦:૪૨ વાગ્યે બેભાન હાલતમાં ૧૦૮માં ઈમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. સઘન સારવાર બાદ તા.૦૨ નવેમ્બરે સવારે ૧૦.૫૬ વાગ્યે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ અને ડો.મેહુલ મોદીએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

બ્રેઈનડેડ જિતલાલના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદોને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી હતી. તેમના પત્ની બસંતીદેવી, દિકરી રૂપા, દીકરો મોહિત અને રોહિત છે.

આ સમાચાર પણ વાંચો : Matheran Mini Train: ચાલો ફરવા માથેરાન, આ તારીખથી ફરી એકવાર મીની ટ્રેન થશે શરૂ….જુઓ સંપૂર્ણ સમયપત્રક. વાંચો વિગતે અહીં…

બ્રેઈનડેડ સ્વ.જિતલાલની બન્ને કિડનીઓ, લીવર તથા બે ફેફસાને અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલ તથા નાના આંતરડાને મુંબઈને ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ અર્થે લઈ જવાયા હતા.

આમ, સુરત સિવિલમાં આજે ૪૯મા સફળ અંગદાનના સેવાકાર્યમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More