News Continuous Bureau | Mumbai
Surat : સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો જીવને જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી. રિલ્સ(Reels) બનાવવાના ચક્કરમાં ઘણીવાર લોકો મોતને ભેટ્યા હોવાની ઘટના પણ આપણી સામે છાશવારે આવતી હોય છે. ત્યારે સુરતમાં જીવના જોખમે રિલ્સ બનાવતા બે યુવકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા(Social Media) પર એક વીડિયો વાયરલ(Viral Video) થયો છે, જે સુરતનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોમાં બે યુવાનો સેલ્ફી લેવા અને રિલ્સ બનાવવાના ચક્કરમાં એક બિલ્ડિંગની છત પર પહોંચ્યા હતા. અંદાજે 100 ફૂટ ઊંચી આ બિલ્ડિંગની અગાશી પર ચઢી યુવાનો તેની પાળી પર ચઢીને સ્ટંટ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ એક યુવાન પાળી પર આળોટવા લાગ્યો હતો અને બીજો મોબાઈલ ફોનમાં રિલ્સ બનાવતો નજરે પડે છે.
યુવાનો આટલે જ નહીં અટકાયા, થોડી સમય પછી યુવાનો ટેરેસની પાળી કૂદીને એકદમ કિનારીએ પહોંચી જાય છે. જો કે, સદનસીબે અહીં કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી. પરંતુ, સવાલ એ છે કે સોશિયલ મીડિયા પર ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે યુવાનો રિલ્સ બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. આ ઘટના સુરતના વેસુ વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Bullet train : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ, જાણો કેટલું પૂરું થયું પ્રોજેક્ટનું કામ,