News Continuous Bureau | Mumbai
Namo Divyang: માહિતી બ્યુરો-સુરત,ગુરૂવાર: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દિવ્યાંગો પ્રત્યેની સંવેદનશીલતાથી પ્રેરણા લઈને સુરત શહેર-જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી છે, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની પ્રેરણા અને સહયોગથી બનેલી આ મંડળીનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ સભ્યો અને હોદ્દેદારો ઔદ્યોગિક સહકારી મંડળીનું વહન કરશે અને દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાની દિશામાં કાર્ય કરશે.
આ સમાચાર પણ વાંચો : Ambani family: અંબાણી પરિવાર એ ધામધૂમ થી કર્યું બાપ્પા નું વિસર્જન,અનંત અને રાધિકા એ ભક્તિમય રીતે આપી ‘એન્ટિલિયા ચા રાજા’ ને વિદાય
સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ મંડળીના સ્થાપકો, સભ્યોને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી હતી. આ નવીનતમ પ્રયાસ અંતર્ગત જિલ્લા રજિસ્ટ્રાર હરેશભાઈ કાછડ અને સહકારી સંઘના પ્રમુખ ભાવેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ મંડળીની નોંધણી થતા દિવ્યાંગજનોએ સાંસદશ્રી તેમજ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join Our WhatsApp Community