News Continuous Bureau | Mumbai
Surat: સમગ્ર રાજ્યમાં ચોમાસાનું ( Monsoon ) વિધિવત આગમન થઈ ગયું છે. સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે તા. ૦૧લી જૂલાઈ એ રોજ સવારના ૦૬થી સાંજના ૦૬ વાગ્યા સુધીમાં ૩૦૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં ૧૨ કલાકમાં સૌથી વધુ બારડોલીમાં ( Bardoli ) ૧૦૫ મી.મી. જ્યારે સૌથી ઓછો ચોર્યાસી ( Choryasi ) તાલુકામાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લાના વિવિધ તાલુકા પ્રમાણે વરસાદની ( Surat Rain ) વિગતો જોઈએ તો, બારડોલીમાં ૧૦૫ મી.મી., મહુવામાં ૭૧ મી.મી., પલસાણામાં ૬૭ મી.મી., ઓલપાડમાં ૫૧ મી.મી., માંડવી તાલુકામાં ૪૧ મી.મી., કામરેજ તાલુકામાં ૪૬ મી.મી., માંગરોળ તાલુકામાં ૩૨ મી.મી., ઉમરપાડા તાલુકામાં ૩૦ મી.મી. અને ચોર્યાસી તાલુકામાં ૧૮ મી.મી. જ્યારે સુરત શહેરમાં ૪૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો: Parliament Session 2024 : લોકસભામાં આજે પણ હોબાળાના આસાર, રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી શકે છે PM મોદી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.