Surat: ૧૫ કિ.મી. લાંબી માનવસાંકળ રચી સુરતીઓએ રચ્યો ઈતિહાસ

Surat: સુરતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ, શહેરીજનોએ સદ્દભાવના માનવ સાંકળ રચી આપ્યો સ્વચ્છતાનો સંદેશ. ‘સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરત’ના સંદેશ સાથે માનવ સાંકળ બનાવતા સુરતીઓ. સાંસદ સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે: ગૃહરાજ્યમંત્રી. સુરત શહેરની ૪૩ શાળા અને ૨૨ કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાઇ કલર બેન્ડ બાંધી ‘ક્લીન સિટી’, ‘ગ્રીન સિટી’ અને ‘સેફ સિટી’નો આપ્યો સંદેશ. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન થઈ ચોસઠ જોગણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના લાંબા વિસ્તારમાં ૩૦ બ્લોકમાં રચાઈ 'માનવ સાંકળ'

by Hiral Meria
15 km History has been created by the Surtis who formed a long Human chain

 News Continuous Bureau | Mumbai

Surat: સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના ( Schools Colleges ) આશરે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ( Students ) સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને ‘સદ્દભાવના માનવ સાંકળ’ ( sadbhavna human chain ) ( human chain ) રચી હતી. જેમાં સાંસદશ્રી સી.આર.પાટીલ ( CR Patil ) , ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) , વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ( Mukesh Patel ) વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

15 km History has been created by the Surtis who formed a long Human chain

15 km History has been created by the Surtis who formed a long Human chain

                પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધી ૧૫ કિ.મી. લાંબી માનવસાંકળ રચી હતી. સમગ્ર દેશમાં મોજીલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમવખત આટલી લાંબી માનવસાંકળ રચી ઈતિહાસ રચ્યો છે.

15 km History has been created by the Surtis who formed a long Human chain

15 km History has been created by the Surtis who formed a long Human chain

              સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઈતિહાસ સર્જ્યો છે એમ જણાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમકર્મીઓ વાત કરતા કહ્યું હતું કે, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર ૧૫ કિમી લાંબી માનવ સાંકળ રચાઈ છે. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે એમ જણાવી વડાપ્રધાનશ્રી તા.૧૭મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે.   

15 km History has been created by the Surtis who formed a long Human chain

15 km History has been created by the Surtis who formed a long Human chain

આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: રાજ્યના નગરો-મહાનગરોમાં જન સુખાકારી વૃદ્ધિના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

               અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરની ૪૩ શાળાઓમાંથી આશરે ૨૫ હજાર અને ૨૨ કોલેજો મળી ૩૦૦૦થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ‘ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરત’નો સંદેશો આપ્યો હતો. માનવ સાંકળમાં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્ર ધ્વજ હાથમાં રાખી ‘ક્લીન, ગ્રીન અને ફિટ સિટી’ના નારા સાથે હાથમાં ટ્રાઈ કલર બેન્ડ બાંધી માનવ સાંકળમાં સહભાગી બન્યા હતા.

15 km History has been created by the Surtis who formed a long Human chain

15 km History has been created by the Surtis who formed a long Human chain

                 આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડી.આર.દરજી, VNSGUના કુલપતિ કિશોરસિંહ ચાવડા, વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો વહેલી સવારે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. 

15 km History has been created by the Surtis who formed a long Human chain

15 km History has been created by the Surtis who formed a long Human chain

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

15 km History has been created by the Surtis who formed a long Human chain

15 km History has been created by the Surtis who formed a long Human chain

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id [email protected]

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More