News Continuous Bureau | Mumbai
Surat: નેહરૂ યુવા કેન્દ્ર ( Nehru Yuva Kendra ) અને કેન્દ્રીય યુવા કાર્યક્રમ રમતગમત મંત્રાલય ( Ministry of Youth Affairs & Sports ) તેમજ ગૃહ મંત્રાલયના ( Home Ministry ) ઉપક્રમે આગામી તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન સુરત જિલ્લાના કામરેજ ( Kamrej ) સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ ( Tribal Youth Exchange Programme ) યોજાશે. જેમાં ઝારખંડ રાજ્યના ચતરા, ગિરીધ, લાતેહાર, વેસ્ટ સિઘંભૂમ, સરાઇકેલા, ખરવાસા જિલ્લા, ઓડિશા રાજ્યના મલકાનગીરી, કાલાહાંડી જિલ્લા, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ તેમજ તેલંગાણા રાજ્યના ભદ્રાદી- કોથાગુદેમ જિલ્લાઓમાં થી કુલ ૨૨૦ આદિવાસી યુવાઓ ભાગ લેશે. આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના વરદ હસ્તે થશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે..
નેહરૂ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના નેતૃત્વ તેમજ ગુજરાત રાજ્યના રાજ્ય નિર્દેશક મનીષા શાહના માર્ગદર્શન હેઠળ ૨૨૦ આદિવાસી યુવાઓ સુરતના ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો, ડેરી ઉદ્યોગ તેમજ સરકારી કચેરીઓ સહિત આઈકોનિક સ્થળોની મુલાકાત લેશે. તેમનામાં કૌશલ્ય, એકતા અને વિકાસના ગુણો ખીલે તે માટે તાલીમસત્ર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા યોજાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
