News Continuous Bureau | Mumbai
International Yoga Day: સુરતના અડાજણ ( Adajan ) વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય હની પ્રજાપતિ ( Honey Prajapati ) છેલ્લા ૫ વર્ષથી સ્વિમિંગ કરે છે. જેમાં તેઓ ખેલ મહાકુંભ, શી સ્વિમિંગ(નેશનલ), એજ ગ્રુપ, ખેલો ઈન્ડિયા વુમન સિરીઝ(નેશનલ), એકવેટિક એસોસિયેશન સહિતની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલ્સ જીતી ચૂક્યા છે.
રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે હની ખાન-પાનની સાથે વ્યાયામ ( Yoga ) પણ નિયમિત કરે છે. જે અંગે તેઓ જણાવે છે કે, હું છેલ્લા ૩-૪ વર્ષોથી યોગ સાથે સંકળાયેલી છું. અને મારી ફિટનેસ મેન્ટેઈન રાખવા નિયમિત રીતે યોગના વિવિધ આસનો કરું છું. સ્પોર્ટસ સાથે સંકળાયેલા હોવાને કારણે શારીરિક ( Physical Health ) અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની છે. વધુમાં હની દરેક યુવાઓને આજના તણાવમુક્ત અને ફાસ્ટફૂડના જમાનામાં ફરજિયાત યોગ કરવા પ્રોત્સાહન આપે છે. જેથી એકંદરે આખો સમાજ તંદુરસ્ત અને નીરોગી થઈ શકે.
આ સમાચાર પણ વાંચો : Paper Leak Law: 10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ… મોદી સરકારે મધરાતે જાહેરનામું બહાર પાડ્યું ને દેશમાં લાગુ થયો આ કાયદો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.