News Continuous Bureau | Mumbai
Surat: ગુજરાતના આમ નાગરિકોની આરોગ્ય સેવા માટે જે રીતે શહેરો અને ગામડાઓમાં ૧૦૮ ઈમરજન્સી સેવા સફળતાપૂર્વક કાર્યરત છે એ જ રીતે અબોલ પશુઓ ( animals ) માટે પણ પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન ( 1962 Animal Helpline ) – કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ( 1962 Karuna Animal Ambulance ) અને ફરતું પશુ દવાખાનું અવિતરપણે કાર્યરત છે. સુરતના અમરોલી સ્થિત ગાંધારી ગૌશાળા ( gandhari gaushala ) બીમાર અને બિનવારસી ગૌવંશની સેવા કરે છે. આ ગૌશાળા દ્વારા ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સના ડૉક્ટરને એક ગાયના શિંગડામાં ( cow horns ) થયેલા સડા અંગે જાણ કરી સારવાર માટે વાત કરવામાં આવી. ડૉક્ટરે સ્થળ ઉપર પહોંચી ગાયની તપાસ કરતા ગાયને શિંગડામાં કમોડી હોવાનું જણાયુ હતું.

1962 The medical team of Karuna Animal Ambulance successfully operated on the horn of a cow from Amroli’s gaushala and removed the commissure.
આ સમાચાર પણ વાંચો : Surat: પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
જેથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના ડૉ.કૃણાલ વડોદરીયા તથા પાયલોટ સુરેશભાઈ તેમજ ગૌ શાળા યુવક મંડળના સેવકોના સાથ સહકારથી ગાયના શિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને ગાયની કમોડીની તકલીફ દૂર કરી તેને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી હતી.

1962 The medical team of Karuna Animal Ambulance successfully operated on the horn of a cow from Amroli’s gaushala and removed the commissure.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.