News Continuous Bureau | Mumbai
Surat: મકરસંક્રાંતિના પાવન અવસરે દાનનું અનેરુ મહત્વ છે. આ દિવસે તલ, ખિચડી, ગોળ અને ધાબળા, ગાયમાતાને લીલો ચારો વગેરેના દાનનું ( Donation ) આગવું મહત્વ છે, આજના પવિત્ર તહેવારે કરેલું દાન અમૂલ્ય ફળ અને પૂણ્ય આપે છે, ત્યારે ઝારખંડના ( Jharkhand ) વતની અને સુરતમાં રહેતા ગોસ્વામી પરિવારે બ્રેઈન ડેડ ( Brain dead ) સ્વજનના લિવર, બે કિડની અને હ્રદયનું દાન ( Organ donation ) કરી દાનના મહિમાને વધુ ઉજાગર કર્યો છે. આ અંગદાન સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ( New Civil Hospital ) વધુ એક સફળ અંગદાન થયું છે, જેના પરિણામે ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ભેસ્તાનની મેટ્રો કોલોનીમાં રહેતા ૩૮ વર્ષીય બ્રેઈનડેડ મહેશ ગોસ્વામી તા.૦૭/૦૧/૨૦૨૪, સાંજે ૧૦.૦૦ વાગે ફેક્ટરીમાં પડી ગયા હતા. કંપનીના ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે ૧૦૮ ઈમરજન્સીનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તા.૮મીએ સાંજે ૫.૧૧ વાગે ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી આઇસીયુમાં શિફ્ટ કર્યા હતા. ત્યારબાદ તા.૧૨મીએ સાંજે ૦૩.૩૪ વાગે ડો. લક્ષ્મણ, ડો.હરિન મોદી, ડો.નિલેશ કાછડીયા તથા ડો.પરેશ ઝાંઝમેરાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
ગોસ્વામી પરિવારના સભ્યોને ડો. લક્ષ્મણ, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ ગોસ્વામી પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. જેથી આજે વહેલી સવારે અંગોનું દાન કરાયું હતું.
આ સમાચાર પણ વાંચો : GPS Toll Collection: દેશમાં FASTag દ્વારા ટોલ કલેક્શનની પદ્ધતિ બદલાશે…. ચાલુ થશે હવે GPS ટોલ કલેક્શન સિસ્ટમ… જાણો ક્યારથી લાગુ થશે આ સિસ્ટમ..
તેમના પરિવારમાં પત્ની સુનિતાકુમારી, દિકરા સોના તથા પુત્ર આયુષ ગોસ્વામી છે. તેઓ મુળ ઝારખંડ અમ્લો હાલ્ટ, કરગલી બેરમો, શિવ મંદિર નજીક બોકારોના વતની છે.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૫૩મું સફળ અંગદાન થયું છે.(અહેવાલઃ મહેન્દ્ર વેકરીયા)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.