News Continuous Bureau | Mumbai
New Civil Hospital: સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ૩.૩૦ કલાકના ઓપરેશનથી દર્દીના ઉપરના હોઠ માંથી ૫x૨.૫ cmની ગાઠ કાઢી, ઉપરના હોઠ પાસે મોટો ખાડો પડ્યો હોવાથી નીચેના હોઠના ટીસ્યૂ લઈને ઉપરનો નવો હોઠ સૌ પ્રથમ વખત સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. તો. સિવિલ હોસ્પિટલમાં કેન્સરના ( cancer ) ઘણા ઓપરેશન કરવામાં આવ્યા છે પરંતુ ઓરલ કેન્સરની ( oral cancer ) સૌ પ્રથમ સર્જરી કરવામાં આવી હોવાનું પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો.નિશા કાલરે એ જણાવ્યું હતું. સામાન્ય રીતે પ્રાઈવેટ હોસ્પિટલમાં કેન્સરની તપાસથી લઈને ઓપરેશનનો પચાસ હજારથી લઈને બે-અઢી લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. જ્યાં નવી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર થઈ રહી છે. કેન્સર જેવા જીવલેણ રોગોમાં વહેલું નિદાન જ પ્રાથમિક સારવાર છે, એમ પ્લાસ્ટિક સર્જને ઉમેર્યું હતું.
સુરત ( Surat ) નવી સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી ( Plastic surgery ) વિભાગના હેડ ડો.નિશા કાલરે એ જણાવ્યું હતું કે, કેન્સરથી પિડિત ૪૦ વર્ષિય વ્યસની રાજાભાઈ (નામ બદલ્યું છે) ગયા મહિને સિવિલમાં તપાસ માટે આવ્યા હતા. તેઓને છેલ્લા ૧૫ વર્ષથી તમાકુનું વ્યસન હતું. નિદાન કરતા મોંના ઉપરના ભાગે ગાઠ હોવાનું નિદાન થયું. દર્દીની બાયોપ્સી દ્વારા જાણ થઈ કે, આ કેન્સરની ગાઠ છે. એટલે ત્વરિત જ ઓન્કો સર્જન અને પ્લાસ્ટિક સર્જને તપાસ કરી સારવારમાં પહેલાં દર્દીના ક્લિનિકલ તપાસ કરવામાં આવી. જેમાં બાયોપ્સી અને સિટી સ્કેન સાથે છાતીનો એક્સ-રે કરાવ્યા. શરીરના અન્ય ભાગમાં કેન્સર નથી તેની તપાસ કરાઈ હતી. નિદાનમાં કેન્સર પહેલા સ્ટેજનું જણાતા ત્વરિત જ નિર્ણય લઈ તા.૩૦મી એપ્રિલે-૨૦૨૪ના રોજ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ઓરલ કેન્સરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
New Civil Hospital: કેન્સરના દર્દીઓને લેટેસ્ટ સર્જરી ટ્રીટમેન્ટ અને દવાઓથી લાંબુ આયુષ્ય ભોગવી શકે છે.
આપણા સમાજમાં વર્ષોથી માન્યતાઓ ચાલી આવે છે કે, કેન્સર એટલે કેન્સલ. આધુનિક ટેક્નોલોજીના યુગમાં અદ્યતન સારવાર દર્દીઓને ( Cancer Patients ) મળતી સમયસર સારવારથી નવું જીવનદાન મળી શકે છે. કેન્સરના દર્દીઓને લેટેસ્ટ સર્જરી ટ્રીટમેન્ટ અને દવાઓથી લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. કેન્સર સર્જન ડો.નિશાબેન કાલરે એ જણાવ્યું હતું કે, ઓરલ (મોઢાનું) કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર માંથી એક છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરત જિલ્લામાં તા.૧૫ એપ્રિલ થી તા.૩૦ એપ્રિલ સુધી એન.વી.બી.ડી.સી.પી. અંતર્ગત સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું
નવી સિવિલ હોસ્પિટલના રિટાયર્ડ થયેલા તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર અને આર.એમ.ઓ. ડો. કેતન નાયકના માર્ગદર્શન હેઠળ વિઝિટીંગ ઓન્કો સર્જન ડો. સોહમ પટેલ, પ્લાસ્ટીક સર્જન, આસિસ્ટન્ટ ડો. પ્રેક્ષા પટેલ, એનિસ્થીસિયોલોજિસ્ટ ડો.નિમલ પરમાર, સ્ટાફ ઉર્મિલા સિસ્ટર સહિત નર્સિંગ સ્ટાફ ટીમના અર્થાગ પ્રયાસથી ૪૦ વર્ષિય દર્દીને કેન્સરના મુખ માંથી ઉગાર્યો છે.
કેન્સરના સામાન્ય લક્ષણો:
૧. મોઢામાં છાલાં-ચાંદાં પડવાં, જીભ પર સફેદ-લાલ ફોલ્લી-ચાંદાં પડવા
૨. કોઈ પણ કારણ વગર વધુ દાંત નબળા પડવા કે પડી જવા, દાંત કઢાવ્યો હોય તે જગ્યા પરનો ખાડો ન ભરાયો હોય અથવા દાંત પડ્યા પછી સતત ત્રણ અઠવાડિયા સુધી ના રૂઝાય, મોં ખોલવામાં અને જીભ બહાર કાઢવામાં મુશ્કેલી થવી અને
૩. શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ જોવા મળે તો તરત તપાસ કરવી જોઈએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.