Surat: નવા વર્ષની પુર્વ સંધ્યાએ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૫૧મું અંગદાન

Surat: વલસાડ ખાતે રહેતા લાલુ પ્રસાદ યાદવના બે હાથ અને એક લિવરના અંગોનું દાન થયું. અંગદાતા પરિવારને નત મસ્તક વંદન. હાથના અનોખા દાનથી ૨૦૨૪ના નવા વર્ષમાં દિલ્હી ખાતે ફરિદાબાદના ૧૮ વર્ષના યુવાનને નવી જીંદગી પ્રાપ્ત થશે.

News Continuous Bureau | Mumbai 

Surat: નવા વર્ષના પૂર્વ સંધ્યાએ નવી સિવિલ હોસ્પિટલ ( New Civil Hospital ) ખાતે ૫૧મું અંગદાન ( organ donation ) થયુ હતું. વલસાડ ( Valsad ) ખાતે કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મુળ બિહારના વતની બ્રેઈનડેડ ૩૩ વર્ષીય યુવાન લાલુ પ્રસાદ યાદવના બે હાથ અને એક લિવરથકી જરૂરિયાતમંદ દર્દીઓને ( patients ) અંગો પ્રાપ્ત થશે. 

Join Our WhatsApp Community

                    પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ગુંદલાવ ( Gundlav ) ખાતે રહેતા લાલુપ્રસાદ તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા. જયાં અચાનક ચક્કર આવવાથી પડી ગયા. અજાણ્યા વ્યક્તિએ લાલુપ્રસાદના મોબાઇલથી ઘરપરીવારનો સંપર્ક કરી જાણ કરી હતી. ત્યારબાદ બેભાન હાલતમાં ૧૦૮ દ્વારા વલસાડ નજીક આવેલી ખાનગી  હોસ્પિટલમાં દાખલ કર્યા. વધારે ગંભીર હાલત થઇ જવાથી આ હોસ્પિટલના તબીબોએ કહેવાથી નવી સિવિલ હોસ્પિટલમાં તા.૨૭/૧૨/૨૦૨૩ સમય ૦૯:૪૫ AM વાગે ૧૦૮માં ઇમરજન્સીમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ હતા.  ઇમરજન્સીમાંથી આઇસીયુંમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ ૧૨.૪૬ AM વાગે RMO ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ડો. હરિન મોદી તથા ડો. જય પટેલ, હરેશ પારેખે બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. તેઓનું બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થયું હતું. 

51st organ donation from Surat's New Civil Hospital on New Year's Eve

51st organ donation from Surat’s New Civil Hospital on New Year’s Eve

 

            પરિવારમાં પત્ની પિન્કીદેવી, દિકરી સંજનાકુમારી તથા ચાહતકુમાર તથા  હિંમાન્શુકુમાર યાદવ છે. પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું. 

આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal : સમાજ સેવાનો રસ્તો લીધો છે. જેલ જવા તૈયાર… કેજરીવાલનું ચોકાવનારું નિવેદન. જાણો વિગતે..

                બ્રેઈનડેડ લાલુપ્રસાદ યાદવના બન્ને હાથ દિલ્હીની અમૃત હોસ્પિટલ ખાતે તથા લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ૨૦૨૪ના વર્ષ વર્ષના મંગલમય દિવસે તેમના બન્ને હાથો અન્ય યુવાનને ટ્રાન્સફર થશે. હાથના અનોખા દાનથી ૨૦૨૪ના નવા વર્ષમાં દિલ્હી ખાતે ફરીદાબાદના ૧૮ વર્ષના યુવાનને નવી જીંદગી પ્રાપ્ત થશે. સૌએ અંગદાતા પરિવારને નત મસ્તક વંદન કર્યા હતા. 

51st organ donation from Surat’s New Civil Hospital on New Year’s Eve

             સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.         

         નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૫૧મું અંગદાન થયું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version