SMIMER Hospital: ૧.૨૫૦ કિ.ગ્રા.ની બરોળ, કમળો અને નબળાઈથી ફરિયાદ સાથે સ્મીમેરમાં દાખલ ૧૩ વર્ષીય સિકલસેલ પીડિત તરૂણીને સ્મીમેર હોસ્પિટલના ડોકટરોએ ૧૮ દિવસમાં સ્વસ્થ કરી

SMIMER Hospital: સ્મીમેરની તબીબી ટીમના સચોટ નિદાન અને સમયસર સારવારને પગલે બાળકી સ્વસ્થ .લાંબા સમયથી સિકલસેલની બિમારીને કારણે શરીરમાં જરૂર પ્રમાણે ઓક્સિજન નહીં પહોંચતા બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ રૂંધાય છે: ડૉ. હરીશ ચૌહાણ. ખાનગી હોસ્પિટલમાં રૂ.૧.૫૦ લાખનો ખર્ચ થાય એમ હતો, એ ઓપરેશન સ્મીમેરમાં વિનામૂલ્યે થયું

by Hiral Meria
A 13-year-old sickle cell girl admitted to Smeer with complaints of spleen weighing 1.250 kg, jaundice and weakness was cured by doctors at Smeer Hospital in 18 days.

News Continuous Bureau | Mumbai

SMIMER Hospital: સતત કમજોરી, કમળો અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયેલી સુરતના ( Surat ) સચિન વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય રાશિ પટેલ(નામ બદલ્યું છે)ને સ્મીમેરના તબીબોએ ( SMIMER  Doctors ) સચોટ નિદાન અને ૧૮ દિવસની યોગ્ય સારવાર બાદ સ્વસ્થ કરી હતી. સ્મીમેર મેડિકલ કોલેજના પ્રોફેસર અને સ્મીમેર હોસ્પિટલના સિનીયર કન્સલ્ટન્ટ સર્જન ડૉ. હરીશ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા કરાયેલા સમયસર નિદાન, વેક્સિનેશન અને સફળ ઓપરેશન બાદ બાળકીના પેટમાંથી ૧.૨૫૦ કિ.ગ્રા.ની બરોળ કાઢી તેણીને નવજીવન અપાયું હતું. ખાનગી હોસ્પિટલમાં રૂ.૧.૫૦ લાખનો ખર્ચ થાય એમ હતો, એ ઓપરેશન સ્મીમેરમાં વિનામૂલ્યે થયું છે. 

             સચિન વિસ્તારમાં રહેતી રાશિને છેલ્લા ૪ વર્ષથી શરીરમાં સતત કમજોરી અને થાકની ફરિયાદ રહેતી હતી. પરિવારે તેની વિવિધ દવાખાનાઓમાં સારવાર પણ કરાવી હતી. પરંતુ કોઈ ખાસ ફરક પડ્યો ન હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શારીરિક નબળાઈને કારણે રાશિનું અભ્યાસમાં ધ્યાન લાગતું ન હતું, જેથી તબિયત નાદુરસ્ત રહેતા તેમજ પેટમાં દુ:ખાવા સહિતની સમસ્યાઓના કારણે સ્મીમેરમાં દાખલ કરાઇ હતી. 

          ડો. હરીશ ચૌહાણે આ વિષયે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ થતા સમયે તરૂણીનું ( Jaundice patient ) વજન માત્ર ૨૧ કિ.ગ્રા હતું. તેને ખાવામાં અરુચિ અને કમજોરીની તકલીફ પણ હતી. સારવાર દરમિયાન સિકલસેલ હોવાનું નિદાન થયું હતું. સાથે જ તેને કમળો હતો અને સિકલસેલને ( sickle cell ) કારણે તેનું બરોળ સુજીને મોટું થઈ ગયું હતું. 

આ સમાચાર પણ વાંચો  :  Special Train : અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના માર્ગમાં પરિવર્તન

          સારવાર વિષે વધુમાં ડૉ.ચૌહાણે જણાવ્યું કે, અમે સૌ પ્રથમ તેને વેક્સિન આપી ત્યારબાદ લેપ્રોસ્કોપીક આસિ. સ્પ્લેનેક્ટોમી પધ્ધતિ વડે ઓપરેશન કર્યું, જેમાં તેની ૧.૨૫૦ કિ.ગ્રા.ની બરોળ કાઢવામાં આવી, જે તેના શરીરના વજન પ્રમાણે ખૂબ અસામાન્ય હતી. સિકલસેલ વિષે ડૉ ચૌહાણે કહ્યું કે, લાંબા સમયથી સિકલસેલની બિમારીને કારણે શરીરમાં જરૂર પ્રમાણે ઓક્સિજન નહીં પહોંચતા બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ રૂંધાય છે. જેના કારણે ઘણીવાર તેઓ અભ્યાસમાં પણ સારું પ્રદર્શન કરવામાં અસમર્થ નીવડે છે. 

                    ડો.હરીશ ચૌહાણની આગેવાનીમાં ડો.મિલન ભીંગરાડિયા, ડો.આકાશ કાનુન્ગા સહિત રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફે દર્દીનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. લાંબા સમયની સમસ્યાથી પુત્રીને મુક્ત કરાવનાર સ્મીમેરના ડોકટરોનો તરૂણીના માતા-પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like