News Continuous Bureau | Mumbai
Surat: સચિન – કનસાડ ખાતે સામાજિક વનીકરણ વિભાગ ( Social Forestry Department ) દ્વારા રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત ‘અર્બન ફોરેસ્ટ’નું વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના ( Mukesh Patel ) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના ( Green Gujarat Clean Gujarat ) મંત્ર સાથે હરિયાળુ અર્બન ફોરેસ્ટ ઉભુ કરવા અંગેની માહિતી આપતા વન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિંચાઈ માટે કેનાલ, ડ્રેનેજ લાઇન, પીવાના પાણી લાઈન સહિત અનેક વિકાસ કાર્યોની આ વિસ્તારને ભેટ મળી છે. આ સાથે રૂ.૨૦ કરોડના ખર્ચે કનસાડ ગામ ખાતે વરસાદી પાણીના પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. સુરત શહેરને રાષ્ટ્રપતિના હસ્તે દેશમાં સૌથી શુદ્ધ પીવાના પાણી માટે એવોર્ડ મળ્યો છે. અર્બન ફોરેસ્ટની નજીક ટૂંક સમયમાં કનસાડ ગામને વન કવચની ભેટ મળશે.

A beautiful and green landscape for the people of Surat, more than 3000 trees of 50 species have been planted in the ‘Urban Forest
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સ્થાનિક વિસ્તારમાં ટૂંક સમયમાં ૫૦ બેડની હોસ્પિટલ બની રહી છે. રાજ્ય સરકાર ( State Govt ) દ્વારા રૂ. ૧૪૦૦ કરોડના ખર્ચે પાકી કેનાલ બનવાથી લાખ્ખો ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે. તદુપરાંત સુરત શહેરને મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને મુંબઈ – દિલ્હી એકસપ્રેસ વે સહિતના વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે.

A beautiful and green landscape for the people of Surat, more than 3000 trees of 50 species have been planted in the ‘Urban Forest
કનસાડ ગામ સ્થિત ગુજરાતની સૌથી સુંદર વન કુટીરની મુલાકાત વેળાએ પ્રભાવિત થયા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઈ, સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડો. કે. શશીકુમાર, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ-સુરત) સચિન ગુપ્તા, કોર્પોરેટર ચિરાગભાઈ સોલંકી, અગ્રણી હસમુખ નાયકા, દીપક ચૌધરી, ખેડુતો, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

A beautiful and green landscape for the people of Surat, more than 3000 trees of 50 species have been planted in the ‘Urban Forest
આ સમાચાર પણ વાંચો : MLC election: બીજેપીએ બિહાર-યુપી માટે વિધાન પરિષદના ઉમેદવારોની જાહેર કરી યાદી, જાણો કોનું નામ છે આ લિસ્ટમાં
કનસાડ ખાતે એક હેક્ટર વિસ્તારમાં કેન્દ્ર સરકારની નગરવન યોજના અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ’ સાકાર
સામાજિક વનીકરણ વિભાગ સુરતની ચોર્યાસી રેન્જ દ્વારા કનસાડ ખાતે એક હેક્ટર વિસ્તારમાં ભારત સરકારની નગરવન યોજના અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ’ સાકાર પામ્યું છે. જેમાં ૫૦થી વધુ પ્રજાતિના ૩૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ જયોતિષ શાસ્ત્ર મુજબ વૃક્ષો નક્ષત્ર, રાશિ અને ગ્રહો દ્વારા થતા પ્રભાવને પણ ઘટાડવામાં પણ મદદરૂપ થાય તેમજ વૃક્ષો આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવતા હોઈ, નક્ષત્ર, રાશિ અને ગ્રહોના આરાધ્ય વૃક્ષ મુજબ નક્ષત્ર વન, રાશિ વન અને નવગ્રહ વન અને ઔષધીય વન બનાવવામાં આવ્યું છે. તદુપરાંત અર્બન ફોરેસ્ટમાં પાથવે, ગઝેબો, એન્ટ્રી ગેટ, વન કવચ, સ્ટ્રીટ લાઈટ, વૃક્ષોને પાણી મળી રહે તે માટે ટપક પદ્ધત્તિથી સિંચાઇ, વનકેડી અને બેન્ચીસ મળી અંદાજીત ૨૫ લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ બનાવમાં આવ્યું છે.

A beautiful and green landscape for the people of Surat, more than 3000 trees of 50 species have been planted in the ‘Urban Forest
અર્બન ફોરેસ્ટનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારમાં વૃક્ષાવરણમાં વધારો થાય, લોક ઉપયોગી નયનરમ્ય સ્થળ જે થકી લોકોમાં જાગૃતિ લાવવી તેમજ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો છે. શહેરીજનોના સ્વાસ્થ્યમાં સુધારો તેમજ શહેરી વિસ્તારના વાતાવરણમાં થતાં બદલાવ સામે અર્બન ફોરેસ્ટ શહેરોને વૃક્ષોના કવચ થકી રક્ષણ પણ કરી શકે છે.

A beautiful and green landscape for the people of Surat, more than 3000 trees of 50 species have been planted in the ‘Urban Forest
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

A beautiful and green landscape for the people of Surat, more than 3000 trees of 50 species have been planted in the ‘Urban Forest