News Continuous Bureau | Mumbai
Veer Narmad University: મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં રોજગાર ભરતી મેળો ( recruitment fair ) યોજાશે. જેમાં ધો.૧૦ અને ૧૨ પાસ, I.T.I.-કોપા, MMCP, વાયરમેન, ઈલેક્ટ્રીશ્યન, ફીટર, મિકેનિક, ડિઝલ મિકેનિક, લિફ્ટ મિકેનિક, B.Sc.(કોઈ પણ પ્રવાહ) M.Sc.(કેમેસ્ટ્રી),બાયોટેકનોલોજી, બી.ફાર્મ, B.Arch, ઈન્ટીરીયર ડીઝાઇન, LLB/LLM, B.C.A, B.B.A., B.Com., B.A., M.Com., MCA, MBA-HR/માર્કેટિંગ, MSC-IT, B.Tech.. M.Tech., B.E.- IT/ ECE/EEC/ Mech. નો અભ્યાસ કર્યો હોય તેવા રોજગારવાંચ્છુ યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ શકશે.
આ ભરતી મેળામાં ૨૫ થી વધુ કંપનીઓ ( companies ) તેમની ૫૫૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. રોજગાર કચેરી, સુરતના ( Surat ) ફેસબુક પેજ- Model Career Center Suratઅને ટેલિગ્રામ ચેનલ- Employment Office, Surat પરથી જગ્યાઓની વધુ વિગત મેળવી શકાશે. આ મેળાનો વધુમાં વધુ લાભ લઈ રોજગારી ( Employment ) મેળવવાની સુવર્ણ તક ઝડપવા યુવાનોને મદદનીશ નિયામક (રોજગાર)-સુરતની યાદીમાં જણાવાયુ છે
આ સમાચાર પણ વાંચો : Farmers : ખેડૂતો આનંદો! રાજ્ય સરકાર ઘઉં, બાજરી અને મકાઇની કરશે સીધી ખરીદી, આ તારીખ સુધી કરાવી શકાશે નોંધણી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.