News Continuous Bureau | Mumbai
Voting Awareness Program: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને વધુને વધુ લોકો મતદાન ( Voting ) કરે તેવા આશયથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે તા.૦૨/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ થી ૮.૩૦ વાગ્યા દરમ્યાન અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વોકેથોન યોજાશે. જેમાં વિવિધ શાળાના અંદાજે ધો.૯ થી ૧૨ના ૨૦૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જિલ્લા કોર્ટ વિસ્તારને આવરી લેતી આ વોકેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરશે, જેના રૂટમાં મતદાન જાગૃતિ માટેનાં વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો અપાશે.
વોકેથોન ( Walkathon ) માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ( Athwalines Police Parade Ground ) ખાતે ૨૦૦૦ બાળકોની બેઠક વ્યવસ્થા તેમજ વોકેથોન દરમિયાન વિદ્યાર્થીઓ ( Students ) માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત જરૂરી મેડિકલ સુવિધા અને ૫૨ મોબાઈલ ટોઇલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો :Mumbai Protest : તાડદેવ વિસ્તારના નાગરિકો ઉતર્યા રસ્તા પર! સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ આગેવાનીમાં કર્યું આંદોલન; જાણો શું છે સમગ્ર મામલો..
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વીપ મતદાન જાગૃતિ હેઠળ મતદારો ચૂંટણી પ્રક્રિયા અંગે આવશ્યક જાણકારી મેળવે અને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુસર સુરત શહેર- જિલ્લામાં વિવિધ ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.