Surat : સુરતમાં પશુ સખી બહેનોને ‘એ હેલ્પ’ ની અપાઈ તાલીમ, આ તાલુકાઓની તાલીમબદ્ધ બહેનોને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા

Surat : બારડોલી, માંડવી, મહુવા, ઉમરપાડા, ચોર્યાસી, માગરોળ તાલુકાના વિવિધ ગામોની ૨૫ પશુ સખી બહેનોને કરાઈ તાલીમબદ્ધ: તાલીમના અંતિમ દિવસે પ્રમાણપત્ર એનાયત કરાયા. એ હેલ્પ વર્કર-પશુ સખી બહેનો પશુપોષણ, પશુ રસીકરણ અને સારવારમાં કડીરૂપ બનશે. ‘એ હેલ્પ’ની તાલીમનો ઉદ્દેશ દરેક ગ્રામ પંચાયતમાં પશુપાલકોના માર્ગદર્શક, સહાયક રૂપે એક ‘એ હેલ્પ વર્કર’ ઉપલબ્ધ કરાવવાનો છેઃ નાયબ પશુપાલન નિયામક ડો.મયુર ભીમાણી.

by Hiral Meria
'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

News Continuous Bureau | Mumbai

Surat : ભારતીય  ડેરી વિકાસ બોર્ડ( NDDB ), ગુજરાત લાઈવલીહુડ મિશન, કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલય, ગુજરાત સરકારના ( Gujarat Government )  પશુપાલન વિભાગ અને ગ્રામીણ વિકાસ વિભાગ તેમજ બેંક ઓફ બરોડાની ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન-નવી પારડી, સુરતના સંયુક્ત ઉપક્રમે તા.૨૯ જુલાઈથી તા.૧૩ ઓગસ્ટ સુધી સુરત જિલ્લાની પશુ સખી બહેનોને એ હેલ્પની તાલીમ નવી ( A Help Training ) પારડી સ્થિત બેંક ઓફ બરોડાના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થા ખાતે આપવામાં આવી હતી. આ તાલીમના અંતિમ દિવસે તાલીમબદ્ધ ૨૫ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.  

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

              બારડોલી, માંડવી, મહુવા, ઉમરપાડા, ચોર્યાસી, માગરોળ તાલુકાના વિવિધ ગામોની ૨૫ બહેનોને ( Women ) તાલીમબદ્ધ કરાઈ હતી,  જેઓ પોતાના વિસ્તારમાં પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કરશે તેમજ પશુ રસીકરણ, પશુપોષણ ( Animal husbandry ) અને સારવારમાં કડીરૂપ બનશે. તાલીમ પૂર્ણ થયા બાદ N.D.D.B. તથા N.A.R. દ્વારા તાલીમાર્થીઓ લેખિત, મૌખિક તેમજ પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી હતી, જે પૈકી પાંચ બેસ્ટ પરફોર્મર તાલીમાર્થીઓને મેમેન્ટો અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

              આ પ્રસંગ્રે જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.મયુર ભીમાણીએ જણાવ્યું હતું કે, ‘‘એ હેલ્પ’ની ( A Help  ) તાલીમનો ઉદ્દેશ દરેક ગ્રામ પંચાયતમાં પશુપાલકોના માર્ગદર્શક, સહાયક રૂપે એક ‘એ હેલ્પ વર્કર’ ઉપલબ્ધ કરાવવાનો છે, આ એ હેલ્પ વર્કર હેલ્થ વિભાગના આશાવર્કરની કાર્યપદ્ધતિ સમાન છે. જે સોંપવામાં આવેલા પોતાના કાર્ય ક્ષેત્રના પશુપાલકોના સંપર્કમાં રહી તેમના પશુધનની વિગતો પોતાની પાસે રાખશે તેમ જ પશુપાલકોને તેમના પશુઓને ઓળખ પદ્ધતિ માટે કાનમાં કડી લગાવી  ભારત પશુધન એપમાં રજિસ્ટર કરાવવા માટેની સમજ આપશે. તેમ જ પશુપાલકોને તેમના પશુઓ માટે સમતોલ પશુ આહાર પશુ આહાર ગોપાલા એપ મારફતે કેવી રીતે નિયોજિત કરી શકાય તેનું માર્ગદર્શન પૂરૂ પાડશે. 

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

આ સમાચાર પણ વાંચો :  Odisha Menstrual Leave: ઓરિસ્સાને સરકારે મહિલાઓને આપી મોટી રાહત, હવે પિરિયડ દરમિયાન એક દિવસની રજા મળશે.

          વધુમાં તેમણે જણાવ્યું કે, પશુ સખી- એ હેલ્પ વર્કર પશુઓમાં થતાં જુદા જુદા રોગો વિશે પ્રાથમિક જાણકારી આપશે. રસીકરણ કરાવવા પશુપાલકોને પ્રોત્સાહિત કરશે. કૃમિનાશક દવા પીવડાવવા માટેની કામગીરી પશુચિકિત્સકના માર્ગદર્શન હેઠળ કરશે. રોગચાળાના સમયે પશુચિકિત્સક સાથે સંકલનમાં રહી કામગીરી કરશે.

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

                        આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.ડી.સી.ચૌધરી, પ્રોગામના નોડલ ઓફિસર અને મદદનીશ પશુપાલન નિયામક(ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના) શ્રી ડો.કે.એસ.મોદી, મદદનીશ પ્રધ્યાપકશ્રી ડો.યોગેશ પઢેરીયા, માસ્ટર ટ્રેનરશ્રી ડો.એચ.એમ.પાટીદાર, વેટરનરી ઓફિસરશ્રી ડો.બીનલ પ્રજાપતિ, RSETI નિદર્શકશ્રી પાશુ અટકલીકર, કોર્ડીનેટરશ્રી રિદ્ધિ ગોહિલ સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

'A Help' training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

‘A Help’ training was given to the animal loving sisters in Surat, certificates were also awarded to the trained sisters of these talukas

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More