News Continuous Bureau | Mumbai
Kisan Drone Operator: નવસારી કૃષિ યુનિવર્સિટી ( Navsari Agricultural University ) સંલગ્ન સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( Surat Agricultural Science Centre ) અને એવીપીએલ ઈન્ટરનેશનલ-ગુરૂગ્રામના ( AVPL International-Gurugram ) સંયુક્ત ઉપક્રમે પનાસ બી.આર.ટી.એસ રોડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન ડ્રોન ઓપરેટર ( Kisan drone operator ) અને નમો ડ્ર્રોન દીદી જાગૃત્તિ કાર્યક્રમ ( NAMO Drone Didi ) યોજાયો હતો. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના ધો.૧૦ પાસ ૧૦૦થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો.

A joint initiative of Krishi Vigyan Kendra-Surat and AVPL International-Gurugram organized Kisan Drone Operator and Namo Drone Didi program at Krishi Vigyan Kendra.

આ પ્રસંગે KVK ના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં ટેક્નોલોજીના માધ્યમથી કૃષિમાં કિસાન ડ્રોનના ઉપયોગની શરૂઆત થઈ છે, ત્યારે ખેડૂતો પગભર બની ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે. કિસાન ડ્રોન વિશે જાણકારી ન ધરાવતા ખેડૂતોને જાગૃત કરવાનો આ કાર્યક્રમનો આશય છે. કાર્યક્રમમાં જોડાયેલા ૧૦૦ ખેડુતો પૈકી ૫૦ ટકા સંખ્યા ખેડૂત પરિવારની દિકરીઓ છે, જે ગૌરવની વાત છે. કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી જાગૃત્તિ પહેલ ખેડૂતોની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે.

A joint initiative of Krishi Vigyan Kendra-Surat and AVPL International-Gurugram organized Kisan Drone Operator and Namo Drone Didi program at Krishi Vigyan Kendra.
આ પ્રસંગે એવીપીએલ ઈન્ટરનેશનલ-ગુરૂગ્રામના ગુજરાત હેડશ્રી હરેન ગાંધીએ જાણાવ્યું હતું કે, ખેડૂતો નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી કૃષિ ઉત્પાદનામાં વધારો કરી આત્મનિર્ભર બની શકશે. સમયના વ્યય વિના ઓછી મહેનતે ઉન્નત ખેતી માટે કિસાન ડ્રોન તાલીમ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ડ્રોન થકી ખેતરમાં ઓછા સમયમાં સહેલાઈથી દવાનો છંટકાવ કરી શકાશે, જેથી તમામ ખેડુતો મિત્રોએ આધુનિક યુગમા નવી ટેક્નોલોજીયુક્ત કિસાન ડ્રોન પદ્ધતિ અપનાવી જોઈએ.

A joint initiative of Krishi Vigyan Kendra-Surat and AVPL International-Gurugram organized Kisan Drone Operator and Namo Drone Didi program at Krishi Vigyan Kendra.
આ સમાચાર પણ વાંચો : Mimicry row: PM મોદીએ ઉપરાષ્ટ્રપતિને કર્યો ફોન કહ્યું- ‘હું પણ 20 વર્ષથી અપમાન સહન કરી રહ્યો છું’.. જાણો બીજું શું કહ્યું

A joint initiative of Krishi Vigyan Kendra-Surat and AVPL International-Gurugram organized Kisan Drone Operator and Namo Drone Didi program at Krishi Vigyan Kendra.

A joint initiative of Krishi Vigyan Kendra-Surat and AVPL International-Gurugram organized Kisan Drone Operator and Namo Drone Didi program at Krishi Vigyan Kendra.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સપનાને સકાર કરવા માટે ૧૫ હજાર નમો ડ્ર્રોન દીદી તૈયાર કરવામાં આવી છે, ત્યારે ધો.૧૦ પાસ હોય તેવા યુવાઓ માટે રિમોટ પાયલટ કોર્સ શરૂ કરાયો છે, જેમા ડ્રોનની મદદથી બીજ વાવણી અને ખાતર તેમજ કીટનાશક છંતકાવની તાલીમ અપાશે. એવીપીએલ ઈન્ટરનેશનલ થકી કિસાન ડ્રોન ઓપરેટર બનાવા માટે ટ્રેંનિગ લેનાર દિકરા-દિકરીઓને કિસાન ડ્રોન માટેની બે દિવસની વધુ ટ્રેનિંગ અપાશે. ડ્રોન ઓપરેટરની સાથે સાથે ડ્રોનના મેન્ટેનન્સ, મેપિંગના કામો પણ શીખી સારૂ વળતર મેળવી શકાય છે.

A joint initiative of Krishi Vigyan Kendra-Surat and AVPL International-Gurugram organized Kisan Drone Operator and Namo Drone Didi program at Krishi Vigyan Kendra.
આ પ્રસંગે ડ્રોન ઈન્સ્પેક્ટરશ્રી ખુશાલભાઈ ઈંદોરીયા, અગ્રણી સીએશ્રી અરવિંદભાઈ સોની, નર્મદ યુનિ.ના એમઆરએસ વિભાગના પ્રાધ્યાપકશ્રી દિપેશ ઝા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પ્રોફેસરો સહિત મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

A joint initiative of Krishi Vigyan Kendra-Surat and AVPL International-Gurugram organized Kisan Drone Operator and Namo Drone Didi program at Krishi Vigyan Kendra.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.