News Continuous Bureau | Mumbai
Mukhyamantri Gau Mata Poshan Yojana: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જિલ્લાકક્ષાની સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં સુરત જિલ્લામાં ૧૦૦૦ કરતાં ઓછા પશુઓ ધરાવતી ૯ ગૌશાળાને રૂ.૬૭.૫૬ લાખની સહાય મંજુર કરવામાં આવી હતી. જયારે ૧૦૦૦ કરતાં વધુ પશુઓ ધરાવતી સુરત પાંજરાપોળની આખાખોલ,થારોલી અને ભેસ્તાન શાખા અને શ્રી ઓમ નંદેશ્વર ગૌશાળા પુણાને ૨.૭૦ કરોડની સહાય આપવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં સરકારી અને દાતાઓના અનુદાન થકી અંદાજે ૧૨૦૦ થી વધુ ગૌશાળા અને ૨૦૦થી વધુ પાંજરાપોળ ધમધમી રહ્યા છે. આ ગૌશાળા અને પાંજરાપોળમાં રખડતી ગાયને લાવી નિભાવની સાથે દેખરેખ રાખવામાં આવે છે. ગાયોના રક્ષણ ( Cow Protection ) માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગૌશાળાઓને ચોક્કસ રકમની સહાય આપવામાં આવશે.
સુરત ( Surat ) જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ દ્રારા મળેલી અરજીઓમાં ૧૦૦૦ કરતાં ઓછા પશુઓ ધરાવતી ૯ ગૌશાળાને રૂ.૬૭,૫૬,૭૫૦ની સહાય મંજૂર કરવામાં આવી હતી. આ નવ ગૌશાળા ૨૪૭૫ પશુઓ ધરાવે છે. આ ગૌશાળાઓને ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સહાયની રકમ જે તે સંસ્થાના બેંક ખાતામાં ડીબીટીથી જમા કરવામાં આવશે. જ્યારે ૧૦૦૦ કરતાં વધુ પશુ ધરાવતી સુરત પાંજરાપોળ સંચાલિત આખાખોલ,થારોલી અને ભેસ્તાન શાખા અને શ્રી ઓમ નંદેશ્વર ગૌશાળા ( cowshed ) પુણાને ૯૯૦૪ પશુઓ માટે ૨,૭૦,૩૭, ૯૨૦/-રૂપિયાની સહાય ચૂકવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Garib Kalyan Mela Gujarat: બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું કરાશે વિતરણ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.