News Continuous Bureau | Mumbai
Narmad University: નર્મદ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન ( Department of Journalism and Mass Communication ) દ્વારા G-20 અંતર્ગત તા.૭મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ‘રેડિયો: ભારત કી આવાઝ’ ( Radio: Bharat Ki Awaaz ) વિષય પર રાષ્ટ્રીય સ્તરનો ( national level ) એક દિવસીય વર્કશોપ ( workshop ) યોજાયો. રેડિયો અને એફ.એમ.ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને ( students ) નિષ્ણાતો પાસેથી, રેડિયો એનાઉન્સર સ્ક્રિપ્ટરાઈટીંગ, ન્યુઝ રાઈટીંગ, ન્યુઝ અને રેડિયો પ્રોગ્રામિંગ, રેડિયો લાઈવ પ્રોગ્રામિંગ, ઈન્ટરવ્યૂ, રેડિયો એડિટીંગ પદ્ધતિ, રેડિયો જોકી, રેડિયો રીલ, ડિજિટલ રેડિયોની વિભિન્ન કામગીરી વગેરે વિષયો પર માર્ગદર્શન અને પ્રેક્ટીકલ જ્ઞાન મળ્યું . તજજ્ઞ વક્તાઓ એવા આકાશવાણી, મુંબઈ, દિલ્હી, વડોદરા, અમદાવાદ સ્ટેશનોના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક સ્તરે સુરતના AIR FM સ્ટેશનના અધિકારી અને જુદા જુદા FM રેડિયો સ્ટેશનોના આર.જે. પણ જ્ઞાન પીરસ્યું. વિદ્યાર્થીઓને રેડિયોની વિવિધ જાણકારી મળી રહે એ માટે ખાસ માસ્ટર ક્લાસ પણ યોજાયા.
આ કાર્યશાળામાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ઋષિકુમાર મિશ્ર, શ્રી ભરત દેવમણી (નાયબ નિયામક-ભારતીય માહિતી સેવા), કીર્તિ જૈન(પ્રોગ્રામ એડિટર, આકાશવાણી, દિલ્હી), કુલપતિ ડો.કે.એન.ચાવડા, શ્રી રામઅવતાર બૈરવા, શ્રી સુરેશ કુમાર અને શાલિની મિત્તલ (વરિષ્ઠ પ્રોગ્રામ ઓફિસરો, આકાશવાણી, દિલ્હી), કીર્તિ જૈન, પ્રફુલ્લ તાંબે, શ્યામ ગંટેલા શ્રી દિલીપ કુલકર્ણી, કૃષ્ણ ભાવે, પત્રકારત્વ વિભાગના સમન્વયક ડો. ભરત ઠાકોર, G-20ના સમન્વયક ડો.કિરણ મિત્તલ સહિત વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત હતા.
આ સમાચાર પણ વાંચો : World Cup: ભારતના આ શહેરનું નામ લેતા સાઉથ આફ્રિકાના ક્રિકેટરોને છૂટી ગયો પસીનો, યુઝર્સે લીધી મજા.. જુઓ વિડીયો..