Surat: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ : સૂર્ય નમસ્કાર મહા અભિયાન

Surat:સમગ્ર રાજ્ય સહિત સુરત મહાનગરપાલિકાકક્ષાએ ૩૦ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન. સુરત મહાનગરપાલિકામાં વોર્ડકક્ષાએ કુલ ૩૦ વોર્ડમાં કુલ ૧,૪૩,૫૭૦ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જોડાશે.

by Hiral Meria
A new approach to make citizens healthy through yoga practice in the state Surya Namaskar Maha Abhiyan

News Continuous Bureau | Mumbai 

Surat: રાજ્યમાં યોગાભ્યાસ ( Yoga practice ) થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ( gujarat state yog board ) માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર ( Surya Namaskar ) મહા અભિયાનની ( Campaign )  શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation ) કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તાઃ૧૯મીએ પાલિકા વિસ્તારમાં ૩૦ વોર્ડકક્ષાએ સવારે ૮.૦૦ વાગે સુર્ય નમસ્કાર સ્પર્ધાનું ( Surya Namaskar Competition ) આયોજન કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાના દરેક વોર્ડમાં કોર્પોરેટરોના અધ્યક્ષતામાં સ્પર્ધા શરૂ થશે.

            સુરત મહાનગરપાલિકામાં વોર્ડકક્ષાએ કુલ ૩૦ વોર્ડમાં કુલ ૧,૪૩,૫૭૦ ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા છે. જેમાંથી વોર્ડ પ્રમાણે કુલ ૬ વિજેતા અને ૩૦ વોર્ડ મળી કુલ ૧૮૦ વિજેતાઓ બનશે ત્યાર બાદ તેઓ ઝોન કક્ષાએ ભાગ લેશે. વોર્ડ કક્ષાના વિજેતાઓને ૧૦૧ રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવશે.  

             મહાનગરપાલિકાની વોર્ડ કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં સુરતના ૩૦ વોર્ડમાં યોજાશે. જેમાં કતારગામ વોર્ડ નં-૧ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં- ૩૧૧ -૩૫૨,   વરાછા (બી) સરથાણાના  વોર્ડ નં-૨માં ગજેરા સ્કૂલ, મોટા વરાછા મેઇન રોડ,વરાછા (બી) વોર્ડ નંબર ૩માં  સરથાણા સરથાણા કોમ્યુનિટી હોલ પરમસુખ ગુરુકુળ ની બાજુમાં સરથાણા જકાતનાકા,વરાછા (એ) વોર્ડ નંબર ૪માં એન.એમ.જે પટેલ હાઇસ્કુલ આનંદ નગર,નાના વરાછા,વરાછા (એ) વોર્ડ નંબર ૫માં  જી.જી.ઝડફિયા હાઇસ્કુલ,અશ્વિની કુમાર રોડ,ગૌશાળા, કતારગામ વોર્ડ નંબર ૬માં વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ, કિરણ હોસ્પિટલ પાસે, કતારગામ, કતારગામ વોર્ડ નંબર ૭મા સ્વામિનારાયણ ગુરુકુળ, નાની વેડ, વેડરોડ, કતારગામ વોર્ડ નંબર ૮માં  મલ્ટી પર્પજ હોલ સિંગણપોર શાક માર્કેટ પાસે, સિંગણપોર, કોઝવે રોડ,રાંદેર વોર્ડ નંબર ૯માં જહાંગીરપુરા કમ્યુનિટિ હોલ, ડભોલી બ્રિજ પાસે, જહાંગીરપુરા, રાંદેર વોર્ડ નંબર ૧૦માં ગજેરા ગ્લોબલ સ્કૂલ, સુડા આવાસ ટીપી ૧૦, શાલીન એન્ક્લેવ પાસે,પાલ, રાંદેર વોર્ડ નંબર ૧૧ માં એલ.એચ.બોધરા શિશુવિહાર સ્કૂલ, નાગરદાસ હોલ પાસે,મુકતાનંદ નગર,આનંદ મહેલ રોડ ,અડાજણ,

આ સમાચાર પણ વાંચો :  Uttar Pradesh: પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 19,150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

સેન્ટ્રલ વોર્ડ નંબર ૧૨ સર જે.જે.સ્કૂલ શાહપોર સૈયદપુરા, સેન્ટ્રલ વોર્ડ નંબર ૧૩માં સલાબતપુરા કોમ્યુનિટી હોલ, હાફેજી મસ્જિદ પાસે, વરાછા એ વોર્ડ નંબર ૧૪ ટી.પી ૮, (ઉમરવાડા) સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બોમ્બે માર્કેટની સામેનો રોડ પર ડાબી બાજુ, વરાછા એ વોર્ડ નંબર ૧૫ પુષ્ટિ ગાર્ડન ટી.પી ૩૪,એફ.પી.૧૬ ,સરિતા સોસાયટી નજીક ડોમિનોઝ પિઝાની નજીક, આઈ-માતા રોડ, વરાછા-એ વોર્ડ નંબર ૧૬ પુણા એગ્રીકલ્ચર માર્કેટ ટીપી ૧૨, એફ.પી ૧૦૦ કેનાલ રોડ,ભૈયા નગર, વરાછા એ વોર્ડ નંબર ૧૭ પુણા બીઆરટીએસ કેનાલ રોડ ગાર્ડન, ટીપી ૧૨ એપ.પી ૧૦૦ કેનાલ રોડ, લિંબાયત વોર્ડ નંબર ૧૮ પર્વત કોમ્યુનિટી હોલ, મીડાસ સ્ક્વેર પાછળ, મિડલ રિંગ રોડ,પર્વત-ગોડાદરા, લિંબાયત વોર્ડ નંબર ૧૯ ટીપી 33,પ્લોટ નંબર ૧૮/એ પૈકી નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૨૨૯/૨૩૦, ડુંભાલ/પર્વત, સેન્ટ્રલ વોર્ડ નંબર ૨૦ રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ, આશાપુરી માતાનો ટેકરો, સ્વિમિંગ પૂલ પાસે, રૂસ્તમપુરા, અઠવા વોર્ડ નંબર ૨૧ એસ.કે.ઉમરા કોમ્યુનિટી હોલ, પાસપોર્ટ ઓફિસ પાસે ઉમરા ગામ, અઠવા વોર્ડ નંબર ૨૨ અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલ, અલથાણ, ઉધના એ વોર્ડ નંબર ૨૩ સમિતિ સ્કૂલ પોસ્ટલ સોસાયટી,તરુણકુંડ પાસે ઉધના, ઉધના એ વોર્ડ નંબર ૨૪ છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ સંકુલ,વિજયાનગર,ઉધના, લિંબાયત વોર્ડ નંબર ૨૫ એમ.પી લીલીયાવાળા સ્કૂલ, ડુંભાલ ફાયર સ્ટેશન પાસે,લિંબાયત, લિંબાયત વોર્ડ નંબર ૨૬ મહિર્ષ આસ્તિક વિદ્યાલય, ગોડાદરા પોલીસ સ્ટેશન પાસે, ગોડાદરા, લિંબાયત વોર્ડ નંબર ૨૭માં દીપ દર્શન વિદ્યાલય, દેલવાડા ગામ રોડ, ડીંડોલી ખરવાસા રોડ, ઘનશ્યામ રેસીડેન્સી પાસે, ઉધના એ વોર્ડ નંબર ૨૮ સુમન સ્કૂલ નંબર ૧૭ ગ્રાઉન્ડ, ગોલ્ડન આવાસ,ભેસ્તાન રેલ્વે સ્ટેશન, ભેસ્તાન, ઉધના એ વોર્ડ નંબર ૨૯ નગર પ્રાથમિક શાળા નંબર ૧૫૭, મિલન પોઇન્ટ પાસે, બમરોલી ગામ અને  

ઉધના બી વોર્ડ નંબર ૩૦ હેડર ગંજ પ્રાયમરી સ્કૂલ, સ્ટેશન રોડ, પોસ્ટ ઓફિસ પાસે, સચિન ખાતે સ્પર્ધા યોજાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More