News Continuous Bureau | Mumbai
Viksit Bharat @2047 Photo Exhibition: કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૨૨ અને ૨૩ ઓક્ટો.ના રોજ ‘વિકસિત ભારત @2047’ વિષય પર નર્મદ યુનિ.ના શ્રીમદ્દ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં ચિત્ર પ્રદર્શન યોજાશે.
ચિત્ર પ્રદર્શનનું ( Photo Exhibition ) ઉદ્દઘાટન તા.૨૨મીના રોજ સવારે ૧૦.૩૦ વાગે કુલપતિ શ્રી ડૉ કે. એન. ચાવડા અને કુલસચિવશ્રી ડૉ આર. સી. ગઢવીના હસ્તે કરવામાં આવશે.

A photo exhibition will be held representing the Central Government’s vision of Viksit bharat@2047 in Surat
ભારત સરકારના ( Central Government ) માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના વિકસિત ભારત @2047 નાં સંકલ્પને પૂર્ણ કરવા માટે લાગુ કરેલી લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવશે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Noida Viral Video: પાડોશીઓ બન્યા દેવદૂત, નોએડામાં 12માં માળેથી ઝંપલાવીને આપઘાત કરનાર યુવકને આ રીતે બચાવ્યો
પ્રદર્શન ( Surat ) તા.૨૨ના સવારે ૧૧ થી ૬ તેમજ તા.૨૩ ના સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ સુધી નાગરિકો નિ:શુલ્ક નિહાળી શકશે. વધુમાં વધુ લોકો, યુવાનો નિહાળે અને સરકારની યોજનાઓ-પ્રકલ્પોની જાણકારી પ્રદર્શન ( Viksit Bharat @2047 Photo Exhibition ) થકી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.