Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા

Surat: ધો.૮ પાસ ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો. વાલજીભાઈએ બે એકર જમીનમાં નજીવા ખર્ચે ૨૦થી વધુ પાકોનું ઉત્પાદન કરી વાર્ષિક રૂ.૧૨ લાખની આવક ઉભી કરી. જંગલ મોડેલ આધારિત મોડેલ ફોર્મ બનાવવા રાજ્ય સરકાર તરફથી રૂ.૧૩,૫૦૦ સહાય પ્રાપ્ત થઈ. પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે મહત્તમ ઉત્પાદન સાથે બમણી આવક મળી રહી છે. ગાય આધારિત ખેતી કરતાં હોવાથી સરકાર તરફથી વર્ષે ગાય નિભાવ યોજના થકી રૂ.૧૦,૮૦૦ની સહાય મળી રહી છે. સરકારની ખેડૂતલક્ષી યોજના થકી ખેતરમા પાકને સારી રીતે પાણી મળી શકે એના માટે રૂ.૫ લાખના ખર્ચે બોરીંગ કરી પાકો પ્લાસ્ટરનો કુવો બનાવ્યો. ખેતીના ઉપયોગ માટે રૂ.૧.૮૦ લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા રૂ.૬૦ હજાર સબસિડી પ્રાપ્ત થઈ. ખેડૂત વાલજીભાઈ ચૌધરી

by Hiral Meria
A progressive farmer of Balethi village of Mandvi taluka of Surat district has succeeded in low-cost organic farming.

News Continuous Bureau | Mumbai

Surat: રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિંલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી ( Natural farming ) તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી ( Mandvi  ) તાલુકાના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ રાયાભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે. ખેડ અને ખાતર વગરની આ પ્રાકૃતિક ખેતી કરનાર વાલજીભાઈએ સૌપ્રથમ બે એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે, ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં ૨૦થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂ.૧૨ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. 

              છેલ્લા સાત વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ ( Valjibhai Rayabhai Chaudhary ) જણાવ્યું કે, નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે, જેમાં શાકભાજીની ખેતીમાં ( vegetable Farming ) વધુ રસ લેતો અને શાકભાજીની માવજત જાતે જ કરતો. ધો.૮ સુધી અભ્યાસ કરી સીવણ ક્લાસમાં સીવણ શીખી દરજી કામ સાથે જોડાયો. જેના કારણે ખેતીમાંથી દૂર થયો. પરંતુ વર્ષ ૧૯૮૨માં દરજી કામ છોડી પરંપરાગત ખેતી કરવાનું નક્કી કરી ફરી એક વાર ખેતી તરફ વળ્યો. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું. આત્મા પ્રોજેક્ટની શિબિર થકી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં એક ગાય લાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. 

A progressive farmer of Balethi village of Mandvi taluka of Surat district has succeeded in low-cost organic farming.

A progressive farmer of Balethi village of Mandvi taluka of Surat district has succeeded in low-cost organic farming.

               ખેડૂત વાલજીભાઈ ચૌધરી વધુમાં જણાવે છે કે,પહેલા રાસાયણિક ખેતીમાં ( chemical farming ) આવક ન મળતાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી. આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે. જેથી મેં ખેતરમાં એકસામટા ૨૦ થી ૨૫ પાકનું વાવેતર કર્યું હતું. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટની ખેતીનો સમાવેશ થાય છે. ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર કરી રહ્યો છું. સાથે ચોળી, મગ,અડદ જેવા કઠોળ પાક પણ છે. સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે.

              તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે. કરે છે.

              સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂ.૧૩,૫૦૦ ની સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ખેતરમાં પાકને પૂરતું પાણી મળી શકે એ માટે રૂ.૫ લાખના ખર્ચે સરકારી યોજના હેઠળ બોરીંગ કરી પાકો આર.સી.સી. સ્ટ્રકચર વાળો કુવો બનાવ્યો છે. રૂ.૧.૮૦ લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા રૂ.૬૦ હજાર સબસિડી પ્રાપ્ત થઈ છે. 

આ સમાચાર  પણ વાંચો:    G-7 Summit 2024: અરે વાહ… ઈટાલીમાં પણ ભારતીય સંસ્કૃતિ, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા; જુઓ વિડિયો 

ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન વધુ મળ્યું: જમીનની ગુણવત્તા સુધરી

                  તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને રૂ.૯૦૦ની સહાય આપે છે, જે યોજનાનો લાભ હું પણ લઈ રહ્યો છું. ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે. હું જાતે ગૌ-મુત્ર અને છાણમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવી ખેતીમાં વપરાશ કરૂ છું. જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરી છે.  

A progressive farmer of Balethi village of Mandvi taluka of Surat district has succeeded in low-cost organic farming.

A progressive farmer of Balethi village of Mandvi taluka of Surat district has succeeded in low-cost organic farming.

જંગલ મોડલ પ્રાકૃતિક ખેતીમાં ખેડાણનો ખર્ચ લાગતો નથીઃ

        વાલજીભાઈએ કહ્યું હતુ કે, જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી. દવાનો છંટકાવ કરવાની પણ જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો (મિક્સ) એટલે કે ભેગા વાવવાના હોય છે. મારા બે એકરના ખેતરમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીમાં એક સાથે ૨૦ થી ૨૫ પાકો છે. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ એમ બધા જ પાકો જોવા મળે છે. જેમાં ફળના પાકોમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા, કેળ અને પપૈયા જેવા ફળના ૧૦ થી ૧૨ પાકો છે

ખેતરની મુલાકાત લઈ લોકો માર્ગદર્શન લેવા આવે છે

          શાકભાજીના વાવેતરમાં રીંગણ, ટામેટાં, કોબિજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના અને કારેલા જેવા સીઝન પ્રમાણેના આ વિસ્તારમાં જોવા મળતા દરેક પ્રકારની શાકભાજીઓ છે. જ્યારે જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ પણ છે અને કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકો છે. અન્ય ખેડૂતો પણ મારા ખેતરની મુલાકાત લેવા માટે આવે છે.

આ સમાચાર  પણ વાંચો:   CM Bhupendra Patel: માનવજીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ, માનવ જીવન સુરક્ષા આપણી સૌથી પહેલી પ્રાયોરિટી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More