News Continuous Bureau | Mumbai
Bardoli : આંતરરાષ્ટ્રીય યોગદિનના કાર્યક્રમ સમગ્ર દેશ સાથે બારડોલી ખાતે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ યોગદિનમાં યોગપ્રેમી દંપતિ ૭૪ વર્ષિય હસુમતી ઉનાલિયા અને ૭૭ વર્ષિય પ્રહલાદભાઈ ઉનાલિયા પોતાની તંદુરસ્તીનો શ્રેય નિયમિત યોગને આપે છે.
મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ ગામનાં વતની અને વર્ષ ૧૯૭૭થી બારડોલીના મિલન પાર્ક ખાતે રહેતા વામદૂત સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપલ પ્રહલાદભાઈ અને તેમના ધર્મપત્ની હસુમતી ઉનાલિયા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત યોગ ( International Yoga Day ) , પ્રાણાયામ અને કસરત કરીએ છીએ. દરરોજ સવારે ૬ થી ૭ વાગ્યા સુધી એક કલાક પોતાના માટે આપીએ છીએ ત્યારે આ ઉંમર નિરોગી છીએ. આજે ૭૪ વર્ષની ઉંમરે ( Senior Citizen ) પણ મારા શરીરમાં પ્રસન્તા અને તંદરુસ્ત છીએ. છેલ્લા ૧૨ વર્ષથી એક રૂપિયાની પણ દવા નથી લીધી. જેના મૂળમાં યોગ છે. કોરોનામાં પણ કોઈ તકલિફ નથી પડી. યોગના કારણે સમગ્ર દિવસ શક્તિથી ભરપુર રહીએ છીએ. આ ઉંમરે અનેક લોકો આજે કેન્સર, બ્લડ પ્રેસર, ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે તેઓને નિયમિત યોગ ( Yoga ) કરવાની સલાહ તેમણે આપી હતી. આ ઉપરાંત નશાકારક ટેવોથી દુર રહીને નિયમિત યોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : UGC Defaulter Universities: દેશની 157 યુનિવર્સિટીઓ ને જાહેર કરવામાં આવી ‘ડિફોલ્ટર’; આ કાર્ય ન કરવા બદલ UGC એ કરી કડક કાર્યવાહી.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.