World Schizophrenia Day : સ્કિઝોફેનિયા જાગૃત્તિ માટે માનસિક રોગ વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે વિશેષ કેમ્પ યોજાયો

World Schizophrenia Day : નોકરી, વ્યવસાય, પરિવાર, સમાજ જેવા જીવનના અગત્યના ક્ષેત્રોમાંથી દર્દીની પીછેહઠ કરાવતો સ્કિઝોફેનિયા રોગ. સ્કિઝોફેનિયાની આધુનિક સારવાર શક્ય: યોગ્ય સારવાર, હુંફ અને કાઉન્સેલિંગથી મટી શકે છે

A special camp for Schizophrenia awareness will be held today at Department of Psychiatry, Surat New Civil Hospital

 News Continuous Bureau | Mumbai

World Schizophrenia Day :  તા.૨૪ મી મે, ૧૭૯૩નો એ દિવસ, જયારે એક ફ્રેન્ચ ફિઝિશીયન ફિલીપ પીનેલે પોતાની જવાબદારી પર મેન્ટલ એસાયલમમાં વર્ષોથી સાંકળે બંધાયેલા માનસિક રોગીઓને સાંકળોમાંથી છુટા કરવાનો આદેશ આપ્યો. માનસિક રોગીઓ ( Psychiatric patients ) માટેની સારવારમાં આ એક અત્યંત માનવતાવાદી પગલું હતું. જો કે આ પછી પણ માનસિક રોગીઓને મેન્ટલ હોસ્પિટલોમાં જ રખાયા. છેક ૧૯૭૦-૮૦ સુધી ૧૯૫૨માં સૌ પ્રથમ ક્લોરપ્રોમાઝાઇન નામની એન્ટીસાયકોટીક દવાની શોધે આ મેન્ટલ હોસ્પિટલમાંથી પણ આ દર્દીઓને મુક્તિ અપાવી.    

Join Our WhatsApp Community

                 છેલ્લા કેટલાંક વર્ષોથી દુનિયાભરમાં વિશ્વ સ્કિઝોફેનિયા અથવા મનોવિભ્રમનો આ રોગ ખરેખર ગંભીર અને લાંબો ચાલતો રોગ છે. એકાએક કે ધીમે ધીમે આગળ વધતો આ રોગ, વ્યક્તિને એના મનને એવો ગ્રસી લે છે કે એને પોતાને આ વિશે કોઇ સભાનતા રહેતી નથી. એ પોતાના ભ્રમ-વિભ્રમમાં નિજી દુનિયામાં, ખોટા પાયા વિનાના ખ્યાલોમાં મનઘડંત વિચારોમાં એવો રાચે છે કે આસપાસના લોકોને થોડા વખત પછી એનાં વાણી-વર્તન બદલાય ત્યારે જ ખ્યાલ આવે છે કે કંઇ અજુગતું અને અજીબ વર્તન થઈ રહ્યું છે. પહેલા અજ્ઞાન અને પછી અંધશ્રદ્ધા આ માનસિક રોગીને હોસ્પિટલ કે મનોવૈજ્ઞાનિક સુધી પહોંચાડવામાં દિવસો નહીં વર્ષો લગાડે છે. અને ત્યાં સુધીમાં તો રોગ એટલો આગલા વધી ગયો હોય છે કે મગજના નુકસાનને પાછું લાવવું લગભગ અશકય હોય છે.

 A special camp for Schizophrenia awareness will be held today at Department of Psychiatry, Surat New Civil Hospital

A special camp for Schizophrenia awareness will be held today at Department of Psychiatry, Surat New Civil Hospital

                સ્કિઝોફેનિયા ( Schizophrenia  ) એક મગજના રસાયણોના અસંતુલન અને મગજના ચેતાતંતુઓની પરસ્પર સંદેશાવ્યવહારમાં થતી ખામીને કારણે સર્જાતો રોગ છે. શરીરે સાજોનરવો માણસ કામ ન કરે, પોતાની દરકાર ન કરે, શંકા-કુશંકા કરે, ગુસ્સો કે મારામારી કરે, બબડે કે એકલો હસે, સ્વસંભાળ ન રાખે, રખડયા કરે, કચરો વીણે આવા કંઇ કેટલાય લક્ષણો દેખાય. વર્ષો સુધી ચાલતો આ રોગ ઘણીવાર કુટુંબ માટે અસહ્ય બની જાય છે. વ્યક્તિ રસ્તે રઝળતો પણ થઈ જાય છે. પરંતુ આજે પચાસ વર્ષોની દવાઓના સંશોધનની મજલમાં આ રોગ માટે ૨૫ થી ૩૦ દવાઓ ઉપલબ્ધ બની છે, જે દર્દીને મદદરૂપ થઈ શકે છે. રોગ પકડાય અને એની સારવાર થાય તો મટી પણ શકે છે. રોગ ન મટે તો પણ એને કાબુમાં રાખી શકાય છે. 

આ સમાચાર પણ વાંચો:  Surat: પીપલોદ સ્થિત SVNIT ખાતે ‘કૃષિમાં ડિજીટાઈઝેશન’ વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો

                   આ રોગ ગમે તે ઉંમરે ગમે તેને થઇ શકે છે. પણ, તરૂણાવસ્થા અને યુવાવસ્થાના આરંભે આ રોગ થવાની શક્યતા વધારે છે. નોકરી, વ્યવસાય, પરિવાર, સમાજ જેવા જીવનના અગત્યના ક્ષેત્રોમાંથી દર્દીની પીછેહઠ થતી જાય છે. વળી દર્દીને ખુદને ખબર નથી હોતી કે તે આ રોગનો શિકાર છે. આ રોગ અંગે સાચી જાણકારી ફેલાવવાના હેતુથી દર વર્ષે તા.૨૪ મેનો દિવસ વર્લ્ડ સ્કિઝોફેનિયા ડે તરીકે ઉજવાય છે.       

A special camp for Schizophrenia awareness will be held today at Department of Psychiatry, Surat New Civil Hospital

World Schizophrenia Day : નવી સિવિલ ( New Civil Hospital ) દ્વારા દર વર્ષે યોજાય છે સ્કિઝોફેનિયા જાગૃત્તિ કેમ્પ

              ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર માટે કાયમી દવા લેવાની જરૂર પડે છે, એ જ પ્રમાણે આ રોગની સારવાર પણ કાયમી લેવી જરૂરી બને છે. સમાજ તથા લોકો સુધી આ રોગની સમજ પહોંચે, આધુનિક સારવાર શક્ય છે તેમજ યોગ્ય સારવાર, હુંફ અને કાઉન્સેલિંગથી મટી શકે છે એ વાત સૌ સુધી પહોંચે એ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનસિક રોગ વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત દ્વારા ઓપીડી-૧૩, સેમિનાર રૂમમાં આ રોગ વિશે માહિતી અને જાગૃતિ માટે માનસિક રોગ તબીબો દ્વારા આજે સવારે ૧૧.૦૦ વાગ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવા દર્દીઓ તેમજ દર્દીઓના પરિજનોને લાભ લેવા નવી સિવિલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. 

આ સમાચાર પણ વાંચો:  Ghodbunder Ghat Road: ઘોડબંદર ઘાટ રોડ આ કારણે બે અઠવાડિયા માટે ભારે વાહનો પર પ્રતિબંધ; થાણે, ઘોડબંદર, મુંબઈ અમદાવાદ રૂટ પર ભીડની શક્યતા.. જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Cancer: માત્ર હેલ્ધી ખોરાક પૂરતો નથી! મહિલાને થયું સ્ટેજ-4 કેન્સર, જાણો શું હતી ભૂલ
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Silent Heart Attack: સામાન્ય હાર્ટ એટેક કરતાં વધુ ખતરનાક છે ‘સાયલન્ટ હાર્ટ એટેક’, લક્ષણો ઓળખવા મુશ્કેલ
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Exit mobile version