News Continuous Bureau | Mumbai
Teachers Day: શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવામાં એક શિક્ષકનો મહત્તમ ફાળો હોય છે. આવા જ એક શિક્ષક કે જેઓ પોતાની શાળામાં શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બાળકોના ઉજળા ભવિષ્ય માટે કાર્યરત છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત કે એન્ડ એમ.પી.પટેલ ( K & M P Patel School ) સાર્વજનિક વિદ્યાલય-અમરોલીના ( Amroli ) શિક્ષક વિજયભાઈ રાવલને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાશે.

A teacher who builds the future of students, this teacher from Surat will be honored with the best teacher award at the district level.
વિજયભાઈ વર્ષ ૨૦૨૩થી ગણિત-વિજ્ઞાનના શિક્ષક ( Best Teacher Award ) તરીકે કાર્યરત છે, તેઓ છેલ્લા ૨૦ વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણકાર્ય તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા નિતનવા પ્રયોગો થકી તેઓ બાળકોના પ્રિય છે. આ શાળામાં માધ્યમિક શિક્ષણમાં ધો.૧૦ના કુલ સાત વર્ગ ચલાવવામાં આવે છે, જેમાં ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગત વર્ષે ધો.૧૦માં શાળાનું પરિણામ ૯૦ ટકા જેમાં વિજ્ઞાન વિષયમાં ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હતું.

A teacher who builds the future of students, this teacher from Surat will be honored with the best teacher award at the district level.
ગણિત-વિજ્ઞાન શિક્ષક વિજયભાઈ ( Vijay Rawal ) જણાવે છે કે, ધો.૧૦માં પ્રથમ કસોટી બાદ બાળકોને તેમની અભ્યાસ ક્ષમતા મુજબ આઇડેન્ટીફાઈ કરવામાં આવે છે, જેમાં હોશિયાર અને નબળા બાળકોને અલગ કરી માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને બીજી કસોટી બાદ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલા વિભાગમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે પેપર આપવામાં આવે છે. બીજાને ૨ પેપરની તૈયારી કરી આવવાનું કહેવામાં આવે છે, જેમાંથી એક પેપરની પરીક્ષા લેવામાં આવે છે, જ્યારે ત્રીજા ભાગમાં આવતા વિદ્યાર્થીઓ જેઓ ૩ થી વધુ વિષયમાં નાપાસ હોય છે, તેમને વર્ગખંડમાં ગણિત, વિજ્ઞાન અને અઘરા વિષયો માટે ૨ કલાક અલગથી ભણાવવામાં આવે છે. બાળકોને સ્માર્ટફોન દ્વારા એનિમેશન થકી સમજણ અને પ્રયોગશાળાના ઉપયોગથી લાઈવ નિર્દેશન આપવામાં આવે છે, જેથી તેમને સમજવામાં સરળતા રહે છે. આજ પ્રકારે શાળામાં વિદ્યાર્થીઓને બાહ્ય પરીક્ષાની તૈયારીઓ માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. ભવિષ્યમાં બાળકો ઉજ્જવળ ભવિષ્ય બનાવી દેશના સારા નાગરિક બને એવી ભાવના સાથે શિક્ષણકાર્ય કરતા હોવાનું જણાવી શિક્ષણકાર્યમાં આત્મસંતોષ જ મારી સૌથી મોટી મૂડી છે એમ તેમણે ઉમેર્યું હતું.

A teacher who builds the future of students, this teacher from Surat will be honored with the best teacher award at the district level.
આ સમાચાર પણ વાંચો : Paris Paralympics: પેરિસ પેરાલિમ્પિક્સમાં શરદ કુમારને હાઈ જમ્પમાં મળ્યો સિલ્વર મેડલ! PM મોદીએ પાઠવ્યા અભિનંદન.
શિક્ષક દિને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થનાર વિજયભાઈ રાવલે ગણિત, વિજ્ઞાનમાં આરપી અને કેઆરપી તરીકે સરકારી તાલીમમાં ભાગ લીધો છે. અત્યાર સુધીમાં ૪૫ જેટલી તાલીમો મેળવી છે અને અન્ય શિક્ષકોને પણ તાલીમબદ્ધ કર્યા છે. છેલ્લા ૧૮ વર્ષથી વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે સેવા આપે છે. વિજયભાઈ રાવલની નિષ્ઠા અને વિદ્યાર્થીપ્રેમના દર્શન એ વાતમાં થાય છે કે તેઓ ડિસેમ્બર મહિના બાદ શાળાના સમય બાદ જિલ્લાની અન્ય શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓ વધુ મહેનત કરી સારા માર્ક્સ લાવી શકે એ હેતુથી વધુ અભ્યાસ કરાવે છે તેમજ JEE, NEET, ITI, DIPLOMA અને અન્ય કોર્ષ વિશે જાણકારી આપી વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે.

A teacher who builds the future of students, this teacher from Surat will be honored with the best teacher award at the district level.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.