News Continuous Bureau | Mumbai
Surat: દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૨૪ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ( Suvali beach ) બે દિવસીય બિચ ફેસ્ટિવલ ( Beach Festival ) યોજાશે. જેના આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે, પ્રવાસનને ( Gujarat Tourism ) વેગ મળે તેવા આશયથી રાજય સરકાર દ્વારા સુવાલી બીચ ફેસ્ટીવલનુ ( Suvali Beach Festival ) આયોજન કરાયું છે. જેથી બીચની સ્વચ્છતા પર ભાર મુકીને આવનાર લોકોના પાર્કિગ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા જણાવ્યું હતું.
બિચ ફેસ્ટિવલમાં તા.૨૪મી સાંજે પ્રખ્યાત લોક ગાયક કિર્તિદાન ગઢવી ( Kirtidan Gadhvi ) ડાયરામાં ( Dayro ) ઉપસ્થિત રહીને પોતાના કંઠથી લોકોને મનોરંજન પુરૂ પાડશે. બીચ ફેસ્ટીવલ સાંજે ૪.૩૦ વાગે મંત્રીશ્રીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રવાસન વિભાગ ( Tourism Department ) દ્વારા વિવિધ ફેસ્ટિવલની ઉજવણીની પરંપરા રહી છે, ત્યારે સુવાલીમાં પણ અવારનવાર બિચ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચરસ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન કરાયું છે. આસપાસના ૧૧ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ કરવામાં આવશે. આસપાસના ગ્રામજનો શહેરીજનોને મોટી સંખ્યામાં ભાગ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Indigo Flight: ઈન્ડિગો ફલાઈટના ટોઈલેટમાં ટિશ્યુ પેપર લખેલા મેસેજથી ફેલાયો ભયનો માહોલ, પોલીસ આવી એક્શન મોડમાં
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક શ્રી એમ.બી.પ્રજાપતિ, નાયબ કલેકટર પાર્થ તલસાણીયા, ચોર્યાસી મામલતદાર, સર્કલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.