News Continuous Bureau | Mumbai
Surat: સુરત મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જિલ્લા પંચાયતના ઉપક્રમે સુરત જિલ્લાના ૭૦ ગામોના ૭૫ થી વધુ નવા તળાવોને મત્સ્ય ઉછેર માટે ટેન્ડર પ્રક્રિયાથી ઈજારા પર અપાશે. આ પ્રક્રિયાને અંતે વર્ષોથી એમ જ ખાલી પડી રહેલા તળાવોમાંથી ગ્રામ પંચાયતને અંદાજિત રૂ.૧ કરોડથી વધુ આવક થશે.
થોડા દિવસો અગાઉ જિલ્લા પંચાયત દ્વારા ઝુંબેશ રૂપે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તળાવોનો ( lakes ) સર્વે કરાયો હતો. સર્વેમાં જિલ્લાના ૭૫ થી વધુ નવા તળાવો મત્સ્ય ઉછેર ( Fish farming ) માટે અનુકુળ હોવાનું જણાયું હતું. હવે સરકારી ગાઈડલાઈન અનુસાર ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાશે. જેમાં ઓલપાડ તાલુકાના ૫૭, માંડવીના ૮, મહુવામાં ત્રણ, માંગરોળ અને પલસાણા તાલુકામાંથી ૩-૩ તળાવો, બારડોલીના ૨ અને કામરેજ તાલુકાના ૧ મળી કુલ ૭૫ થી વધુ તળાવોનો ટેન્ડર પ્રક્રિયાથી મત્સ્ય ઉછેર માટે ઇજારો આપવામાં આવશે.
જિલ્લા પંચાયત ( District Panchayat ) દ્વારા ગામોને ગામના તળાવો મત્સ્ય ઉછેર માટે ઈજારા પર આપવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી ગ્રામ-પંચાયતની સ્વ-ભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓ વધશે, સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે અને ગામના વિકાસને વેગ મળશે. દેશની બ્લુ રિવોલ્યુશન(ભૂરી ક્રાંતિ)માં સુરત જિલ્લાનું યોગદાન વધશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Quad Summit: PM મોદીની થઈ જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત, ભારત-જાપાન વચ્ચેના બહુપક્ષીય સંબંધોની કરી સમીક્ષા
વડાપ્રધાન એ પણ દક્ષિણ ગુજરાતના “જળ સંચય જનભાગીદારી” કાર્યક્રમની સરાહના કરીને “વોટર ઈકોનોમી” ( Water Economy ) ના વિકાસની પ્રેરણા આપે છે. તેઓ પણ માને છે કે પાણી સંરક્ષણના સ્ત્રોતના યોગ્ય વ્યવસ્થાપનથી રોજગારીની તકો ઉભી થાય છે.’ જે જિલ્લા પંચાયત સુરતની આ પહેલથી સાર્થક થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.